Home » photogallery » gujarat » વડોદરા ગેંગરેપ કેસમાં નવો ખુલાસો, યુવતીએ પોતાનો જીવ બચાવવા રેલવેમાંથી કર્યો હતો છેલ્લો મેસેજ

વડોદરા ગેંગરેપ કેસમાં નવો ખુલાસો, યુવતીએ પોતાનો જીવ બચાવવા રેલવેમાંથી કર્યો હતો છેલ્લો મેસેજ

Vadodara gangrape case- યુવતીએ વોશરૂમમાંથી સંજીવભાઈ નામના વ્યક્તિને મેસેજ મોકલ્યો હતો. જેમાં યુવતીએ રાત્રે 11.31 વાગ્યે કરેલા વોટ્સએપ મેસેજમાં લખ્યું છે કે 'સોરી સંજીવભાઈ, પ્લીઝ મને બચાવી લો

  • 15

    વડોદરા ગેંગરેપ કેસમાં નવો ખુલાસો, યુવતીએ પોતાનો જીવ બચાવવા રેલવેમાંથી કર્યો હતો છેલ્લો મેસેજ

    વડોદરા : વલસાડમાં (Valsad)ગુજરાત ક્વિન એક્સપ્રેસ ટ્રેનના (Gujarat queen train)એક ડબ્બામાં ફાંસો ખાઇ આપઘાત (suicide in Gujarat queen train)કરી લેનાર યુવતીના કેસમાં રોજ નીત નવા ખુલાસા થઇ રહ્યા છે. આ યુવતી પર વડોદરાના (Vadodara)વેક્સિન ઇન્સ્ટીટ્યૂટના મેદાનમાં દુષ્કર્મ (Rape)આચરાયું હોવાની વિગતો બહાર આવી હતી. સામુહિક દુષ્કર્મ બાદ યુવતીએ આપઘાત (suicide)કરી લીધો હોવાનું માનવામાં આવતું હતું. જોકે યુવતીએ આત્મહત્યા નહીં પરંતુ તેની હત્યા (Murder)થઇ હોવાની પણ કેટલીક સાબિતી મળી છે.

    MORE
    GALLERIES

  • 25

    વડોદરા ગેંગરેપ કેસમાં નવો ખુલાસો, યુવતીએ પોતાનો જીવ બચાવવા રેલવેમાંથી કર્યો હતો છેલ્લો મેસેજ

    જાણકારી પ્રમાણે 3 નવેમ્બરે ગુજરાત ક્વીન ટ્રેનમાં યુવતીનો નવસારીથી કેટલાક લોકો પીછો કરી રહ્યા હતા. યુવતીએ વોશરૂમમાંથી SoS (જીવ બચાવવાનો) વોટ્સએપ મેસેજ સંજીવભાઈ નામના વ્યક્તિને મોકલ્યો હતો. જેમાં યુવતીએ રાત્રે 11.31 વાગ્યે કરેલા વોટ્સએપ મેસેજમાં લખ્યું છે કે 'સોરી સંજીવભાઈ, પ્લીઝ મને બચાવી લો. હું કામ માટે મહારાષ્ટ્ર જતી હતી, તેઓ મારો નવસારીથી પીછો કરી રહ્યા છે. તેમનો ઈરાદો ગમે તે રીતે મને જાનથી મારી નાખવાનો છે. હું ટ્રેનમાં છું એટલે કોલ નથી કરી શકતી.. જેમ-તેમ કરીને મારો ફોન મેળવ્યો છે... મારા માતા-પિતા તો કશું જાણતાં જ નથી. મારું અપહરણ થયું છે. હું અત્યારે વોશરૂમમમાં છું અને તે લોકો મને મારી નાખશે. પ્લીઝ કોલ કરશો... રાહ જોઉં છું.

    MORE
    GALLERIES

  • 35

    વડોદરા ગેંગરેપ કેસમાં નવો ખુલાસો, યુવતીએ પોતાનો જીવ બચાવવા રેલવેમાંથી કર્યો હતો છેલ્લો મેસેજ

    તેમના શરીરમાંથી એક સારી સુગંધ આવતી હતી - યુવતીને રોજ ડાયરી લખવાની ટેવ હતી. આ ડાયરીમાંથી ઘણા ખુલાસો સામે આવી રહ્યા છે. તેણે ડાયરીમાં હિન્દી, અંગ્રેજી અને ગુજરાતીમાં અનેક અંગત વાતો લખી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, જેમાં એક વાત તે રાત અંગે પણ લખી છે. જેમાં જણાવ્યુ છે કે, તે બન્ને મવાલી જેવા ન હતા. તેમના શરીરમાંથી એક સારી સુગંધ આવતી હતી. તેમની ઉંમર 20થી 21 વર્ષની હતી. તેઓ હિન્દી ભાષામાં વાત કરતા હતા. પીડિતા એવું પણ લખે છે કે, આ બન્ને તેની સાથે દુષ્કર્મ આચરી હત્યા કરવાના ઇરાદે આ બધુ કરી રહ્યાં હતા. કારણ કે, બન્ને વચ્ચે જે વાતો થઇ રહીં હતી તે પીડિતાને ખૂબ સારી રીતે યાદ હતી. જેથી તેણે બન્ને વચ્ચે હિન્દીમાં થતી વાતચીત ડાયરીમાં પણ લખી છે.

    MORE
    GALLERIES

  • 45

    વડોદરા ગેંગરેપ કેસમાં નવો ખુલાસો, યુવતીએ પોતાનો જીવ બચાવવા રેલવેમાંથી કર્યો હતો છેલ્લો મેસેજ

    અંતિમ પાન પરના એક વાક્ય અંગે પોલીસ પણ મૂંઝવણમાં - મૃતક યુવતીના કાકાની મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યા મુજબ ડાયરીના અંતિમ પાના પર યુવતી દ્વારા અંગ્રેજીમાં 'HOW I WILL FACE OASIS?' લખ્યુ છે. જેથી આ પ્રકારનું લખવા પાછળનું કારણ શું છે તે અંગે પણ વડોદરા પોલીસ યુવતીના મિત્રોની પૂછપરછ શરૂ કરી છે.

    MORE
    GALLERIES

  • 55

    વડોદરા ગેંગરેપ કેસમાં નવો ખુલાસો, યુવતીએ પોતાનો જીવ બચાવવા રેલવેમાંથી કર્યો હતો છેલ્લો મેસેજ

    શું છે સમગ્ર ઘટના- દિવાળીના દિવસે મોડીરાત્રે વલસાડ રેલવે સ્ટેશન પર આવેલી ગુજરાત ક્વીન ટ્રેનના ડી-12 નંબરના ડબ્બામાં એક યુવતીનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ટ્રેનના ડબ્બામાં સામાન મૂકવાની રેકથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં યુવતીનો મૃતદેહ મળતા રેલવે પોલીસ અને રેલવેના ઉચ્ચ અધિકારીઓ પણ દોડતા થઇ ગયા હતા. સમગ્ર ઘટનામાં રેલવે પોલીસે તપાસ આદરી હતી. આ પછી એક ડાયરીથી બધા ખુલાસા બહાર આવી રહ્યા છે.

    MORE
    GALLERIES