એક તરફ રાજ્ય સહિત દેશભરમાં જ્યારે વૃક્ષોનું મોટા પાયે નિકંદન થઈ રહ્યું છે, જેના કારણે વૃક્ષો પર નિર્ભર કરતા પક્ષીઓ અને પ્રાણીઓ નિરાધાર બની રહ્યા છે. તેઓની કાળજી લેવા કોઈ તૈયાર નથી. તેવા સમયમાં ચકલી સહિત અનેક પક્ષીઓને બચાવવા માટે વડગામના રૂપાલ ગામના 70 વર્ષીય મુસ્લિમ વૃદ્ધ સિકંદરભાઈ છેલ્લા 17 વર્ષથી પક્ષીઓને બચાવવા માટે અનોખું કાર્ય કરી રહ્યા છે.