સમગ્ર ગુજરાતમાં ઉત્તરાયણનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે સામાન્ય લોકોએ તો ધૂમ મચાવી છે અને રાજકીય નેતાઓ પણ તેમાંથી બાકાત નથી રહ્યા. નેતાઓ પણ રંગેચંગે ઉત્તરાયણના તહેવારની ઉજવણી કરી છે.
ભારતના દેશના ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં પતંગ ચગાવી ઉજવણી કરી હતી.
2/ 9
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ ઘાટલોડિયામાં પોતાના નિવાસસ્થાને ઉત્તરાયણની ઉજવણી કરી હતી.
3/ 9
જૂનાગઢના મેયર ગીતાબેન પરમારે પણ પતંગ ચગાવી નાગરિકોને ઉત્તરાયણની શુભેચ્છા પાઠવી હતી.
4/ 9
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે પણ પોતાના નિવાસસ્થાને પતંગ ચગાવી હતી અને ઉત્તરાયણની ઉજવણી કરી હતી.
5/ 9
તો રાજકોટના મેયર પ્રદીપ ડવે પણ પરિવાર સાથે ઉત્તરાયણ ઉજવી હતી. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ રાજકોટમાં પત્ની અંજલી અને પાડોશીઓ સાથે ઉત્તરાયણના તહેવારની ઉજવણી કરી હતી.
6/ 9
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં પરિવાર સાથે પતંગ ચગાવી ઉત્તરાયણની મોજ માણી હતી અને ગુજરાતની જનતાને ઉત્તરાયણ પર્વની શુભેચ્છા પાઠવી હતી.
7/ 9
પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે પણ પરિવાર સહિત મિત્રો સાથે પતંગ ચગાવી ઉત્તરાયણની મોજ માણી હતી.
8/ 9
રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે પણ પરિવાર અને મિત્રો સાથે ધાબે ઉત્તરાયણ ઉજવી હતી. આ સાથે જ તેમણે ‘અમે લેરીલા લાલા...’ ગીત પર પતંગ ચગાવી મોજ માણી હતી.
9/ 9
મોડાસામાં અન્ન પૂરવઠા મંત્રી ભીખુસિંહ પરમારે મોટી સંખ્યામાં કાર્યકરો સાથે પતંગ ચગાવી હતી તહેવારની ધામધૂમથી ઉજવણી કરી હતી.