Home » photogallery » gujarat » <font color=red>ભારતીય સેનાના 10 ઘાતક હથિયાર</font>

<font color=red>ભારતીય સેનાના 10 ઘાતક હથિયાર</font>

ભારત દુનિયામાં ઝડપથી વિકસીત થતો દેશ છે જેની સૈન્ય શક્તિ પણ વિશ્વની ધ્યાન દોરનારી છે. ભારત પાસે આજે આધુનિક શસ્ત્ર સરંજામથી સજ્જ યુધ્ધ જહાજો, એરક્રાફ્ટ, મિસાઇલ અને ટેન્કની ભરમાળ છે. જે દુશ્મનના દાંત ખાટા કરવા સક્ષમ છે.

 • News18
 • |

 • 112

  <font color=red>ભારતીય સેનાના 10 ઘાતક હથિયાર</font>

  ભારત, દુનિયામાં ઝડપથી આગળ વધતી સૈન્ય શક્તિ છે. સરહદે ઝઝુમતો દેશ આજે ગ્લોબલ પાવર બનવા આગળ વધી રહ્યો છે. દેશની સેના પાસે ગજબની તાકાત છે. જોવો દેશની તાકાત તસ્વીરોમાં

  MORE
  GALLERIES

 • 212

  <font color=red>ભારતીય સેનાના 10 ઘાતક હથિયાર</font>

  - Su-30Mki એક એવું એરક્રાફ્ટ છે જે ઇન્ડિયન એરફોર્સને 21મી સદીના આધારે તાકાત આપે છે. રશિયામાં નિર્માણ થયેલું સુખોઇ-30 જેટ ફાઇટરને દુનિયામાં શ્રેષ્ઠ લડાયુ એરક્રાફ્ટ માનવામાં આવે છે. જેની લંબાઇ 21.93 મીટર છે અને પહોળાઇ પાંખો સાથે 14.7 મીટર છે. હથિયાર વગર એનું વજન 18400 Kg છે. હથિયાર સાથે એનું વજન 26000 Kg હોય છે. એની મહત્તમ ઝડપ 2100 કિલોમીટર પ્રતિ કલાક હોય છે. તે 3 હજાર કિલોમીટર સુધીની ઉંચાઇએ જઇને હુમલો કરી શકે છે. બે શક્તિશાળી એંજિનવાળું આ વિમાન ગમે તેવા પ્રતિકુળ વાતાવરણમાં પણ ઉડાન ભરી શકે છે અને હવાથી હવામાં અને હવાથી જમીન ઉપર ઘાતક પ્રહાર કરી શકે છે.

  MORE
  GALLERIES

 • 312

  <font color=red>ભારતીય સેનાના 10 ઘાતક હથિયાર</font>

  બ્રહ્મોસ મિસાઇલ ભારત અને રશિયા સાથે મળીને બનાવી છે. મલ્ટી મિશન મિસાઇલની મારક શક્તિ 290 કિલોમીટર છે અને એની ઝડપ 208 મેક એટલે કે ધ્વનિની ગતિ કરતાં ત્રણ ગણી છે. તે જમીન, સમુદ્ર, ઉપ સમુદ્ર અને આકાશથી સમુદ્ર અને જમીન પર સ્થિત લક્ષ્ય પર પ્રહાર કરી શકે છે. મિસાઇલ સ્ટીપ ડાઇવ કેપેબિલીટીઝથી સજ્જ છે જેનાથી તે પહાડી વિસ્તારની પાછળ છુપાયેલા ટારગેટ ઉપર પણ પ્રહાર કરી શકે છે. બ્રહ્મોસ મિસાઇલને ભારતીય વાયુ સેનાના સુખોઇ-30 એમકેઆઇ ફાઇટર માટે ઉપયોગમાં લેવા ટેસ્ટ ચાલી રહ્યા છે. નેવીએ ઘણા ઠેકાણે આ મિસાઇલને તૈનાત કરી છે. રડારમાં ન પકડાવાની પણ આ મિસાઇલમાં ખાસીયત છે. IAF પણ આ ક્રુઝ મિસાઇલને પોતાના હેવી ડ્યૂટી ફાઇટર સુખોઇ-30 MKIમાં લગાવવા જઇ રહ્યું છે. સેનામાં બ્રહ્મોસ બ્લોક-1 અને બ્લોક-2 રેજિમેન્ટનો સમાવેશ કરાયો છે. બ્લોક-3નું સફળતાપૂર્વક પરીક્ષણ આ વર્ષે જ કરાયું છે.

  MORE
  GALLERIES

 • 412

  <font color=red>ભારતીય સેનાના 10 ઘાતક હથિયાર</font>

  પરમાણુ ક્ષમતા ધરાવતી મેડ ઇન રશિયાની સબમરીન આઇએએનએસ ચક્ર-2 નૌકાદળનું મહત્વનું ઘાતક હથિયાર છે. મૂળ રૂપમાં કે-152 નેરપા નામની શ્રેણીની આ સબમરીન રશિયાના એક અરબ ડોલરના કરારથી 10 વર્ષ માટે લેવામાં આવી છે. નૌકાદળમાં સમાવેશ કરતાં પહેલા નામ બદલીને આઇએનએસ ચક્ર-2 રખાયું છે. આ સબમરીન 600 મીટર સુધી પાણીમાં અંદર રહી શકે છે. ત્રણ મહિના સુધી સતત પાણીમાં રહી શકે છે. નેરપા સબમરીનની મહત્તમ ઝડપ 30 સમુદ્રી માઇલ છે અને તે આઠ ટોરપીડોથી સજ્જ છે. યુનાઇટેડ શિપબિલ્ડીંગ કોર્પોરેશનના અનુસાર આની કિંમત 90 કરોડ ડોલર કરતાં પણ વધુ છે.

  MORE
  GALLERIES

 • 512

  <font color=red>ભારતીય સેનાના 10 ઘાતક હથિયાર</font>

  એરબોર્ન વોર્નિંગ એન્ડ કંટ્રોલ સિસ્ટમ(અવોક્સ) ગમે તેવા મોસમમાં ખતરાના રૂપમાં આવી રહેલી ક્રુઝ મિસાઇલો અને વિમાનોને આકાશમાં જ અંદાજે 400 કિલોમીટર ઉપર જ શોધી કાઢવામાં સક્ષમ છે. એડવાન્સ ટેકનોલોજીથી સજ્જ અવોક્સને વિમાન આઇએલ-76 ઉપર લગાવાયું છે. જેનાથી ઓછી ઉંચાઇએ ઉડનારી ચીજ વસ્તુઓને પણ શોધી શકાય છે. જે સામાન્ય રડારની પકડમાં નથી આવતી.

  MORE
  GALLERIES

 • 612

  <font color=red>ભારતીય સેનાના 10 ઘાતક હથિયાર</font>

  44500 ટન વજનના આ વિમાન વાહક જહાજને 2013માં ભારતે નૌકાદળમાં સામેલ કર્યું છે. આ યુધ્ધ જહાજની લંબાઇ 283.1 મીટર અને ઉંચાઇ 60 મીટર છે. જેની ઉપર 22 ડેક છે. એકંદરે ફુટબોલના ત્રણ મેદાન જેટલું મોટું છે. આ જહાજ પર કુલ 22 માળ છે અને 1600 જવાનોને લઇ જવાની ક્ષમતા છે. તે 32 નોટ(59 કિમી પ્રતિ કલાક)ની ઝડપે જઇ શકે છે. સતત 100 દિવસ સુધી સમુદ્રમાં રહી શકે છે. આ જહાજનું નામ એડમિરલ ગોર્શકોવ હતું જેને પાછળથી બદલીને વિક્રમાદિત્ય રાખવામાં આવ્યું છે. જેમાં વિમાન ઉડવા માટે રનવે પણ છે.

  MORE
  GALLERIES

 • 712

  <font color=red>ભારતીય સેનાના 10 ઘાતક હથિયાર</font>

  દુશ્મન સામે સીધા યુધ્ધમાં આ ટેન્ક ભારતનું જાણે કે બ્રહ્માસ્ત્ર છે. જે 5 કિલોમીટર સુધી પ્રહાર કરી શકે છે. આ ટેન્કની ખાસિયત એ છે કે તેની ઉપર કોઇ પણ કેમિકલ કે બાયોલોજીકલ હુમલાની કોઇ અસર થતી નથી. રેડિયોએક્ટિવ હુમલાની પણ કોઇ અસર થતી નથી. ભીષ્મની ડિઝાઇન એ રીતે બનાવાઇ છે કે કોઇ બોમ્બ અથડાય તો ટકરાતાં એ કમજોર પડી જાય અને એમાંથી નીકળતા વિકિરણો ટેન્કમાં બેઠેલા સિપાહીઓને નુકશાન પહોંચાડી શકતા નથી. 48 ટન વજનની આ ટેન્કમાં 125 એમએમની સ્મૂથબોર ગન છે. આ ઉપરાંત આમાં 12.7 એમએમની મશીનગન પણ છે. જેને મેન્યુયલી પણ ઓપરેટ કરી શકાય છે.

  MORE
  GALLERIES

 • 812

  <font color=red>ભારતીય સેનાના 10 ઘાતક હથિયાર</font>

  ભારતની ફરતે 7500 કિમી લાંબા દરિયા કિનારો છે. જેમાં ઘણા દ્વિપ છે. જેનું રક્ષણ કરવું જરૂરી છે. જે માટે P81 તૈનાત છે. જે પોતાની મજબૂતી અને સેન્સર શ્યૂટને કારણે કોઇ પણ એરક્રાફ્ટથી આગળ છે. બેઝથી 2 હજાર કિલોમીટરના અંતરને તે માત્ર ચાર કલાકમાં ઉડાન કરી શકે છે.

  MORE
  GALLERIES

 • 912

  <font color=red>ભારતીય સેનાના 10 ઘાતક હથિયાર</font>

  હેલિના નાગ હેલિકોપ્ટરથી પ્રહાર કરી શકાય એવી આધુનિક મિસાઇલ છે. રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન(ડીઆરડીઓ)એ ઇન્ટીગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ(આઇજીએમડીપી) અંતર્ગત તૈયાર કરાઇ છે. નાગ મિસાઇલની વિશેષતા એ છે કે તે ગમે તેવા વાતાવરણમાં લક્ષ્યને પાર પાડે છે.

  MORE
  GALLERIES

 • 1012

  <font color=red>ભારતીય સેનાના 10 ઘાતક હથિયાર</font>

  ભારતીય બીએમડી પ્રોગ્રામને એ સમયે ચર્ચા મળી જ્યારે પહેલી વખત આની જાહેરાત કરવામાં આવી. એક શોર્ટ રેન્જ બેલેસ્ટિક મિસાઇલ પર એનું પરિક્ષણ કરવામાં આવ્યું. રિપોર્ટસ અનુસાર શોર્ટ નોટિસ પર એને દેશના મુખ્ય શહેરોમાં સુરક્ષાના ભાગરૂપે તૈનાત કરી શકાય છે. આ સિસ્ટમમાં ગ્રીન પીન રડારના ફોર્મ સાથે બે ઇન્ટરસેમ્પટર મિસાઇલ PAD અને AAD છે. પીએડી 2 હજાર કિલોમીટર સુધી પ્રહાર કરી શકે છે અને એએડી 200 કિલોમીટર સુધી પ્રહાર શકે છે. બંને મિસાઇલોને આઇએનએસ એટલે કે ઇનરશિયલ નેવિગેશન સિસ્ટમ આધારે ગાઇડ કરી શકાય છે.

  MORE
  GALLERIES

 • 1112

  <font color=red>ભારતીય સેનાના 10 ઘાતક હથિયાર</font>

  રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન (ડીઆરડીઓ) અને ભારતીય સેના દ્વારા સંયુક્ત રૂપથી વિકસિત આ મલ્ટી બેરલ રોકેટ લોન્ચરમાં અનેક વિશેષતાઓ છે. પિનાકા એક એવી હથિયાર પ્રણાલી છે જે 30 કિલોમીટરના વિસ્તારમાં ઘાતક પ્રહાર કરી શકે છે.

  MORE
  GALLERIES

 • 1212

  <font color=red>ભારતીય સેનાના 10 ઘાતક હથિયાર</font>

  ફોટો ગેલેરીમાં બતાવાયેલા હથિયાર ભારતીય સેનાની શક્તિ બતાવે છે. આ ગેલેરી દ્વારા ભૂમિ દળ, નેવી અને એરફોર્સને બરોબર મહત્વ આપવા પ્રયાસ કરાયો છે. રાફેલ, અર્જુન, MK2, બરાક-8, INS વિક્રાંત જેવા કેટલાય ઘાતક હથિયાર છે જે અહીં દર્શાવાયા નથી.

  MORE
  GALLERIES