रानी लक्ष्मी बाई(जन्म-1835, मृत्यु- 1858): झांसी की रानी लक्ष्मी बाई की शहादत को कौन नहीं जानता। रानी लक्ष्मी बाई हमारी अनंत पीढ़ियों तक वीरता का प्रतीक रहेंगी। रानी लक्ष्मी बाई ने ने 1857 के पहले स्वाधीनता संग्राम में अंग्रेजों के दांत खट्टे कर दिए। और लड़ते लड़ते शहादत को प्राप्त हुईं। कवियित्री सुभद्रा कुमारी चौहान जी की कविता 'खूब लड़ी मर्दानी, वो तो झांसी वाली रानी थी' बच्चे बच्चे की जुबान पर है।
લક્ષ્મી સહગલ (જન્મ-24 ઓક્ટોબર 1914, મૃત્યુ-23 જુલાઇ 2012), ભારતના સ્વતંત્રતા સંગ્રામની એક હિમંતવાન સેનાની. તેઓ આઝાદ હિન્દ ફોજના અધિકારી હતા તથા આઝાદ હિન્દ સરકારમાં મહિલા બાબતોના મંત્રી હતા. તેઓ વ્યવસાયે ડોક્ટર હતા. બીજા વિશ્વ યુધ્ધ સમયે તેઓ લાઇમ લાઇટમાં આવ્યા હતા. બીજા વિશ્વ યુધ્ધ વખતે જ્યારે જાપાની સેનાએ સિંગાપુરમાં બ્રિટિશ સેના પર હુમલો કર્યો તો લક્ષ્મી સહગલ સુભાષ ચંદ્ર બોઝની આઝાદ હિન્દ ફોજમાં જોડાયા હતા. તેઓ આઝાદ હિન્દ ફોજના રાણી લક્ષ્મી રેજીમેન્ટના કમાન્ડર હતા. તેઓ 1943માં આઝાદ હિન્દ સરકારની કેબિનેટમાં પ્રથમ મહિલા સભ્ય હતા. આઝાદ હિન્દ ફોજની હાર બાદ બ્રિટિશ સેનાએ સ્વતંત્રતા સૈનિકોની ધરપકડ કરી અને 4થી માર્ચ 1946માં તે પકડાયા અને બાદમાં તેમને છોડી દેવાયા હતા. લક્ષ્મી સહેગલે 1947માં કર્નલ પ્રેમ કુમાર સહગલ સાથે લગ્ન કર્યા અને કાનપુરમાં આવી સ્થાયી થયા હતા. પરંતુ એમનો સંઘર્ષ ખતમ થયો ન હતો. તે વંચિતોની સેવામાં જોતરાયા હતા. તેઓ ભારતનું વિભાજન સહી ન શક્યા અને દેશમાં અમીરો અને ગરીબો વચ્ચે વધતી જતી ખાઇનો હંમેશા વિરોધ કરતા રહ્યા હતા.
સરોજિની નાયડૂ (જન્મ-1879, મૃત્યુ-1949), ધ નાઇટિંગલ ઓફ ઇન્ડિયા સરોજીની નાયડૂ ન તો માત્ર કવિયિત્રી હતા બલ્કે અનન્ય સ્વતંત્રતા સેનાની પણ હતા. સરોજીની નાયડૂએ મહાત્મા ગાંધી સાથે સમગ્ર જીવન અંગ્રેજોનો વિરોધ કર્યો હતો. ભારત છોડો આંદોલનના સમયે તે જેલમાં પણ ગયા હતા. તો કોંગ્રેસના પ્રથમ મહિલા અધ્યક્ષ બનવાનો શ્રેય પણ તેઓના નામે જ છે.
દુર્ગાભાભી : ચંદ્રશેખર આઝાદના કહેવાથી ધ ફિલોસોફી ઓફ બોમ્બ દસ્તાવેજ તૈયાર કરનાર ક્રાંતિકારી ભગવતીચરણ વોહરાના પત્નિ દુર્ગાભાભીના નામથી મશહુર થયા હતા. દુર્ગાભાભીએ ભગતસિંહને જેલમાંથી છોડાવવા પણ પ્રયાસ કર્યો હતો. સન 1928માં જ્યારે અંગ્રેજ અફસર સાળ્ડસેને માર્યા બાદ ભગતસિંહ અને રાજ્યગુરૂ લાહોરથી કલકત્તા જવા નીકળ્યા ત્યારે કોઇ એમને ઓળખી ન લે માટે દુર્ગાભાભીની સલાહ પ્રમાણે એક પ્લાન તૈયાર કરાયો હતો. જે મુજબ ભગતસિંહ, એમના પતિ અને દુર્ગાભાભી એમના પત્નિ અને રાજ્યગુરૂ નોકર બની ત્યાંથી નીકળી ગયા હતા. સન 1927માં લાલા લજપતરાયના મોતનો બદલો લેવા માટે લાહોરમાં બોલાવેલી બેઠકની અધ્યક્ષતા પણ દુર્ગાભાભીએ જ લીધી હતી. બેઠકમાં અંગ્રેજ પોલીસ અધિક્ષક જેએ સ્કોટને મારવાની જવાબદારી તે ખુદ લેવા ઇચ્છતા હતા. પરંતુ સંગઠને એમને આ જવાબદારી લેવા દીધી ન હતી. તત્કાલિન મુંબઇના ગર્વનર હેલીને મારવાની યોજનામાં ટેલર નામનો અંગ્રેજ ઘાયલ થયો હતો. જેની ઉપર ગોળી દુર્ગા ભાભીએ જ ચલાવી હતી. આ કેસમાં એમની વિરૂધ્ધ વોરંટ પણ ઇશ્યુ કરવામાં આવ્યું હતું અને બે વર્ષ સુધી તે ફરાર રહ્યા બાદ 12 સપ્ટેમ્બર 1931 દુર્ગાભાભીની લાહોરમાં ધરપકડ કરવામાં આવી હતી. આ સંયોગ જ કહી શકાય કે ભગતસિંહ અને દુર્ગાભાભી બંનેનો જન્મ 1907માં થયો હતો. મર્દાના વેશ ધારણ કરીને તેમણે સ્વતંત્રતા આંદોલનમાં ખુલીને ભાગ લીધો હતો. બાલ ગંગાધર તિલકના ગરમ દળમાં જોડાતાં એમની ધરપકડ કરવામાં આવી અને જેલ મોકલી દેવાયા હતા. આટલું જ નહીં મહિલા મતાધિકારને લઇને 1917માં સરોજીની નાયડૂના નેતૃત્વમાં વાઇસરોયને મળવા ગયેલા પ્રતિનિધિ મંડળમાં તે સામેલ હતા.
વીરાંગના ઝલકારી દેવી ( જન્મ-1830, મૃત્યુ-1857), ઝલકારી ઝાંસી રાજ્યના એક બહાદુર સદોવાસિંહની પુત્રી હતા. એમનો જન્મ 22 નવેમ્બર 1830માં ઝાંસી નજીક ભોજલા ગામમાં થયો હતો. એમની માતાનું નામ જમુના દેવી હતું. જેમનો મોટાભાગનો સમય જંગલમાં કામ કરવામાં જ વીતતો હતો. જંગલમાં રહેવાને કારણે પિતા પાસેથી ઘોડેસવારી અને શસ્ત્ર વિદ્યામાં કાબેલિયત મેળવી હતી. એમના લગ્ન મહારાણી લક્ષ્મીબાઇના તોપચી પૂરનસિંહ સાથે થયા હતા. લક્ષ્મીબાઇના વેશમાં યુધ્ધ કરતાં ઝલકારી બાઇએ શહાદત વહોરી હતી. તેમણે તોપોથી પણ અંગ્રેજોનો સામનો કર્યો હતો છેવટે અંગ્રેજોએ એમને તોપના ગોળાથી જ ઉડાવ્યા હતા.
વિજય લક્ષ્મી પંડિત (જન્મ-1900, મૃત્યુ-1990), દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂની બહેન વિજય લક્ષ્મી પંડિતે અંગ્રેજોનો હિંમતથી સામનો કર્યો હતો. તેણી રાણી લક્ષ્મીબાઇ અને સરોજીની નાયડૂથી પ્રભાવિત થયા હતા. વિજય લક્ષ્મી પંડિતે અસહયોગ આંદોલનમાં ભાગ લીધો હતો. વિજય લક્ષ્મી પંડિતે સતત આઝાદીની ધૂણી ધખાવી હતી અને દેશની આઝાદી બાદ ઘણા મહત્વપૂર્ણ હોદ્દાઓની જવાબદારી નીભાવી હતી.
કનકલતા બરૂઆ (જન્મ-1924, મૃત્યુ-1942), કનકલતા બરૂઆ અસમના રહેવાસી હતા. તેમણે ભારત છોડો આંદોલનમાં ભાગ લીધો હતો. ભારત છોડો આંદોલનના સમયે તેમણે કોર્ટ સંકુલ અને પોલીસ સ્ટેશનમાં ભારતનો તિરંગો લહેરાવ્યો હતો. માત્ર 17 વર્ષની ઉંમરે પોલીસ સ્ટેશન પર તિરંગો લહેરાવવાનો પ્રયાસ કરતાં પોલીસની ગોળીનો શિકાર બન્યા હતા. માત્ર 17 વર્ષની ઉંમરે જ તેમણે દેશ માટે શહાદત વહોરી હતી. દેશ એમનો સદાય આભારી રહેશે.