કિશોર તુવર, બનાસકાંઠાઃ બનાસકાંઠાની પોલિટેકનિક કોલેજ પાલનપુરના વિદ્યાર્થીએ ચાના કપ ધોવાનું મશીન બનાવ્યું છે, ચા પીવાના કપ હાઇજેનિક રીતે ધોવાય તે માટે બે ભાઈએ શોધ કરી છે. ધવલ નાઈને જોયો કોરોનાના ફ્રી સમયમાં એક મશીન બનાવવાનો વિચાર આવ્યો આ માટે ધવલ અને તેના ભાઈ જયેશે સતત મહેનત બાદ ચાના કપ ધોવાનું મશીન બનાવ્યું છે. નાની ઉંમરે મોટા સપના જોના ધવલ અને તેના ભાઈએ શાર્ક ટેંક ઇન્ડિયામાં એપ્લાય કરવાનો વિચાર આવ્યો હતો, જ્યાંથી તેમને ઘણો સપોર્ટ મળ્યો અને તેમના બિઝનેસને આગળ વધારવાનો એક નવો રસ્તો દેખાયો.
બનાસકાંઠાના ધાનેરા તાલુકાના નાનકડા ગામના ભાટિબના યુવાનોએ પોતાનું સપનું સાકાર કરવા માટે અથાગ મહેતન કરી અને અંતેમાં તેનું ફળ પણ પ્રાપ્ત કર્યું છે. ધવલ અને જયેશે ચારથી પાંચ વર્ષની સતત મહેનત કરી ચાના કપ ધોવાનું મશીન બનાવ્યું છે, શરુઆતમાં નિષ્ફળતા મળ્યા પછી પણ બન્ને ભાઈઓએ પાછળ વળીને જોયું નહીં અને આખરે એ દિવસ આવ્યો કે તેમને સફળતા હાંસલ થઈ હતી. હવે તેમની પાસે આ મશીન માટે ગુજરાતમાંથી જ નહીં પરંતુ તમિલનાડુ, કર્ણાટક, મહારાષ્ટ્ર, બેંગલોર સહિતના રાજ્યોમાંથી માગ કરવામાં આવી રહી છે.
પોતાના સ્ટાર્ટઅપને લઈને ધવલ અને તેના ભાઈને વિચાર કર્યો કે તેઓ શાર્ક ટેંકમાં એન્ટ્રી કરીને પોતાની શોધને વધુ ઊંચાઈ લઈ જઈ શકે છે. બન્નેએ શાર્ક ટેંકમાં અપ્લાય કર્યું પરંતુ ત્યાં પણ ક્યાં ઝડપથી નંબર લાગી જાય તેમ નહોતું. આખરે ધવલ અને તેના જયેશની મહેનત રંગ લાવી અને શાર્ક ટેંકમાં એક લાખમાંથી 200 વ્યક્તિઓને સિલેક્શન કરવાના હતા તેમાં ધવલ અને તેના ભાઈનું સિલેક્શન થઈ ગયું. ઘણા બધા ફેસમાં બંને ભાઈઓ પાર થઈ ગયા અંતે શાર્ક ટેંક માંથી સારુ ઇન્વેસ્ટમેન્ટ મળ્યું હતું. નાની ઉંમરે બંને ભાઈઓએ મોટી સિદ્ધિ હાંસલ કરતા માતા-પિતાની આંખમાં હરખના આંસુ જોવા ગયા હતા.
ચાના કપ ધોવાના મશીનની શોધ કરનારા ધવલ નાઈએ જણાવ્યું કે, કોરોના સમયમાં આ પ્રકારનું મશીન બનાવવાનો વિચાર આવ્યો પરંતુ શરુઆતમાં કેટલી સમસ્યાઓ નડતા સફળતા હાંસલ નહોતી થઈ. પરંતુ મારા પ્રોફેશર મારા પ્રોફેસર બ્રિજેશ પટેલે મને ઘણી મદદ કરી અને મારી જોડે પૈસા નહોતા તો તેમણે મને આર્થિક મદદ પણ કરી હતી. સ્ટાર્ટ કર્યાના અંતે અમારી શોધને સફળતા મળી છે. ગુજરાત જ નહીં પરંતુ ગુજરાતની બહારથી પણ આ મશીનની માંગમાં વધારો થઈ રહ્યો છે.
આ અંગે મશીન બનાવવા માટે ધવલનો સાથ આપનારા જયેશે જણાવ્યું હતું કે, શરૂઆતમાં અમે બંને ભાઈએ સાથે મળીને કામ કરવાનું ચાલુ કર્યું, શરુઆતમાં નિષ્ફળતા મળ્યા પછી છઠું-સાતમું મશીન સફળ થયું હતું. આ પછી તેના વેચાણ માટે અમે એક વિડિઓ બનાવ્યો હતો. વીડિયો વાયરલ થતા અમને 2-4 ઓર્ડર મળ્યા હતા. પાંચ વર્ષ રાત-દિવસ જોયા વગર અમે મહેનત કરી ત્યારે સફળતા મળી હતી. અમારો બિઝનેસ વધુ આગળ વધે એના માટે મહેનત કરી રહ્યા છીએ. તેમનો સાથ આપનારા લોકોએ પણ ધવલ અને જયેશની સફળતા અંગે ખુશી વ્યક્ત કરી છે.
ધવલ અને જયેશ બન્નેએ જે સિદ્ધિ હાંસ કરી છે તેની ઘણી પ્રશંસા થઈ રહી છે. તેમના પરિવારજનોએ પણ આ અંગે ઉત્સાહ વ્યક્ત કર્યો છે અને તેમને આ અંગે માર્ગદર્શન આપનાર પ્રોફેસર સહિતની સંસ્થાઓએ પણ વિદ્યાર્થીઓ પર ગર્વ વ્યક્ત કર્યો છે. બન્ને ભાઈઓ હજુ આગળ પણ આ પ્રકારની નવી શોધ કરતા રહે તેવી શુભેચ્છાઓ તેમને પાઠવવામાં આવી રહી છે.