Home » photogallery » gujarat » અમદાવાદ : ...તો 20 ઓક્ટોબરની મધરાત્રીથી ST બસના પૈડા થંભી જશે, જાણો કારણ

અમદાવાદ : ...તો 20 ઓક્ટોબરની મધરાત્રીથી ST બસના પૈડા થંભી જશે, જાણો કારણ

સરકાર માંગ પુરી નહીં કરે તો 40 હજાર કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી જશે અને 8000 બસના પૈડાં થંભી જશે

विज्ञापन

  • 14

    અમદાવાદ : ...તો 20 ઓક્ટોબરની મધરાત્રીથી ST બસના પૈડા થંભી જશે, જાણો કારણ

    વિભુ પટેલ, અમદાવાદ : છેલ્લા કેટલા સમયથી એસટી નિગમના કર્મચારીઓ (ST Corporation Employees)પોતાના પડતર પ્રશ્નોને લઇ રજૂઆત કરી રહ્યા છે. તેમ છતાં સરકાર (Government)તેમના પ્રશ્ન પર મૌન છે. સરકાર તરફથી કોઈ હકારાત્મક વલણ ન આવતા કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો છે. અમદાવાદ ગીતા મંદિર બસ સ્ટેશન (Ahmedabad Geeta Mandir Bus Station)પર સંકલન સમિતિના સભ્યોની મિટિંગ મળી અને સરકારને 30 કલાકનો સમય આપ્યો છે. જો સરકાર માંગ નહીં માને તો 20 ઓક્ટોબરની મધ્યરાત્રીથી 8000 બસના (ST bus) પૈડા થંભાવવા માટે કર્મચારીઓ (ST bus strike) મક્કમ બન્યા છે.

    MORE
    GALLERIES

  • 24

    અમદાવાદ : ...તો 20 ઓક્ટોબરની મધરાત્રીથી ST બસના પૈડા થંભી જશે, જાણો કારણ

    સરકાર પડતર પ્રશ્નો મુદ્દે ચર્ચા કરી અને સમાધાન કાઢે તે માટે કર્મચારીઓ માંગ કરી રહ્યા છે. સરકાર જવાબ નહીં આપે તો 21 તારીખે 40,000 કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી જશે. રજા પર જવા માટે તમામ કર્મચારીઓએ રજા રિપોર્ટ સબમિટ કર્યો છે. ગઈ કાલે સંકલન સમિતિના સભ્યો સરકારના મંત્રીઓને મળવા માટે ગયા હતા પરંતુ નાણામંત્રીએ ઉડાઉ જવાબ આપ્યો હતો કે જે મળે તે લઈ લો ચર્ચા ન કરો. જેને લઈ કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો છે.

    MORE
    GALLERIES

  • 34

    અમદાવાદ : ...તો 20 ઓક્ટોબરની મધરાત્રીથી ST બસના પૈડા થંભી જશે, જાણો કારણ

    મંગળવારે અમદાવાદ ગીતા મંદિર બસ સ્ટેશન પર સંકલન સમિતિની બેઠક મળી હતી. સંકલન સમિતિના સભ્યોએ 21 ઓક્ટોબરની રણનીતિ તૈયાર કરી છે. સરકારને 20 ઓક્ટોબર રાતે 10 વાગ્યા સુધીનો સમય આપ્યો છે. સંકલન સમિતિના સભ્યએ ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું કે સરકાર એસટી નિગમના કર્મચારીઓની માંગણી મુદ્દે વિચારે કરે. કારણે 2019માં પણ અમે લડત આપી હતી. 2 વર્ષ બાદ પણ સરકારે તે પ્રશ્નો ઉકેલ્યા નથી. સરકારના અન્ય નિગમોને 28 ટકા ડીએ અપાય છે. જ્યારે અમને ફક્ત 12 ટકા જ અપાય છે. વારસદારોને નોકરી પણ અપાતી નથી. 7 માં પગારપંચનું એરિયર્સ પણ ચૂકવાતું નથી. આવા અનેક પ્રશ્નોની અનેકવાર રજુઆત કરી છે પણ કોઈ પરિણામ નથી.

    MORE
    GALLERIES

  • 44

    અમદાવાદ : ...તો 20 ઓક્ટોબરની મધરાત્રીથી ST બસના પૈડા થંભી જશે, જાણો કારણ

    કુદરતી આપત્તિ અને રાજકીય બદલાવના કારણે અમે લડત મોકૂફ રાખી હતી. નવા મંત્રીએ અમને 15 દિવસનો સમય આપ્યો હતો તે સમય પણ પૂર્ણ થયો છે. વાહનવ્યવહાર મંત્રી અને નાણાં મંત્રી પણ વાત સાંભળતા નથી માટે અમે 3 સંગઠનોએ સરકારને 30 કલાકની મહોલત આપી છે. અમારી સાથે વાત કરી બેઠક કરીને પડતર પ્રશ્નોનું સમાધાન કરો અન્યથા રાજ્યના મુસાફરોને મુશ્કેલીઓ પડશે તો એની જવાબદારી અમારી નહીં રહેવાની ચીમકી ઉચ્ચારી છે. એસટી નિગમના કર્મચારીઓએ એસટી નિગમ ગીતા મંદિર બસ સ્ટેશન પર સૂત્રોચ્ચાર કર્યા હતા અને સરકાર સામે રોષ વ્યકત કર્યો હતો. સરકાર માંગ પુરી નહીં કરે તો 40 હજાર કર્મચારીઓ માસ સીએલ પર ઉતરી જશે અને 8000 બસના પૈડાં થંભી જશે.

    MORE
    GALLERIES