નર્મદા : આજે, 21 જૂનના દિવસે વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ (International Yoga day) દિવસ નિમિત્તે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના (Yoga on Statue of Unity) પ્રાંગણમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ (Mansukh Mandavia) હજારો લોકોની સાથે યોગ કર્યા છે. જેની સુંદર તસવીરો પણ સામે આવી છે.
ગઇકાલે, વિવિધ વિભાગના અધિકારીઓ એસ.આર.પી, સી.આઈ.એસ.એફના જવાનો તેમજ અન્ય યોગ સાધકો ઉપસ્થિત રહ્યા છે. જેઓએ આજે યોગદિનના પૂર્વ દિવસે સવારે યોગ કર્યા હતા અને પ્રેક્ટિસ કરી રિહર્સલ કર્યું હતું. ત્યારે આ યોગ દિવસની ઉજવણી સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપરાંત નર્મદા ડેમ સાઈટ ટૉપ વ્યુ તેમજ નર્મદા ઘાટ પર થનાર છે. જેની પણ પ્રેક્ટિસ મોટી સંખ્યામાં ઉપસ્થિત યોગ સાધકોએ કરી હતી.