ભરતસિંહ વાઢેર, વલસાડ: જિલ્લામાં (Valsad news) છેલ્લા કેટલાક સમયથી એક ભિક્ષુક મહિલા ગેંગનો (woman gang) ત્રાસ વધી રહ્યો છે. બાળકોને સાથે લઈને ફરતી આ ભિક્ષુક મહિલા ગેંગ રહેણાક વિસ્તારોમાં ભિક્ષા માગવાના બહાને ફરે છે. જે બાદ તેમને મોકો મળતા જ ઘરમાં ઘૂસી અને ચોરી કરતી હોવાનું બહાર આવ્યું છે. પોલીસે (Valsad Police) પણ સીસીટીવી ફૂટેજના આધારે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.