ભરતસિંહ વાઢેર, વલસાડ : વલસાડના (Valsad)મુકેશ પટેલ નામના એક સ્થાનિક ગાયકને (Singer)યુવતીની છેડતી (molestation)મામલે માર ખાવાનો વખત આવ્યો છે. મુકેશ પટેલે મનોરંજનના એક જાહેર કાર્યક્રમમાં ગાયક યુવતીની છેડતી કરતાં મામલો ગરમાયો હતો. જાહેર મંચ પર મનોરંજનના કાર્યક્રમમાં વલસાડના જાણીતા ગાયક મુકેશ પટેલ (Singer Mukesh Patel)ગાયક યુવતીની છેડતી કરી હતી.
બે દિવસ અગાઉ વલસાડના વેલવાચ ગામમાં મનોરંજનનો એક કાર્યક્રમ યોજાયો હતો સ્ટેજ પર મુકેશ પટેલે યુવતીની છેડતી કરતાં જે તે વખતે યુવતીએ પ્રતિકાર કર્યો ન હતો પરંતુ ત્યારબાદ પીડિત ગાયક યુવતી અને અન્ય યુવકોએ મુકેશ પટેલને વલસાડ નજીક બોલાવી અને આ મામલે સૌપ્રથમ મુકેશ પટેલની માફી મંગાવી હતી. માફી મંગાવ્યા બાદ યુવતીએ મુકેશ પટેલને માર પણ માર્યો હતો. પગે પડાવી અને માફી પણ મંગાવી હતી.