આ વિસ્તારનું એકે એક ઘર ભાજપનું,અહિંયા કેજરીવાલે પગ મુકવો નહીઃસુરતમાં લાગ્યા પોસ્ટર
કેજરીવાલ આગામી 16મીએ સુરતમાં આવવાના છે ત્યારે કેજરીવાલ વિરુદ્ધ પોસ્ટર વોર શરૂ થઇ ગયું છે. સુરતમાં મોટા વરાછા વિસ્તારમાં ભાજપનો ગઢ હોવાના પોસ્ટર લાગ્યા છે કેજરીવાલને પ્રવેશવું નહી તેવું લખાણ લખાયું છે.

2/ 4
પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે આ વિસ્તારનું એકે એક ઘર ભાજપનું,અહિંયા કેજરીવાલે પગ મુકવો નહી. પોસ્ટરો વિસ્તારમાં ઠેર ઠેર લગાવાયા છે.
विज्ञापन
3/ 4
વરાછા વિસ્તાર પાટીદારોનો ગઢ ગણાય છે. ત્યારે કેજરીવાલની સભા પહેલા જ પોસ્ટર વોરથી રાજકારણ ગરમાયું છે. તો કહેવાય છે કે, અરવિંદ કેજરીવાલ પાસના નેતાઓના સતત સંપર્કમાં છે.
4/ 4
વિધાનસભા ચૂંટણી પહેલા કેજરીવાલની વધી રહેલી ગુજરાત મુલાકાતને લઇને ભાજપ અને કોંગ્રેસ પક્ષ પણ ચિંતિત બન્યો છે.