વાપી: રાજ્યમાં (Gujarat) લવ જેહાદનો (love Jihad law) કાયદો અમલમાં આવ્યા બાદ સૌ પ્રથમ ગુનો વડોદરામાં નોંધાયો હતો અને બીજો ગુનો હવે વલસાડ જિલ્લાના વાપીમાં (Vapi, Valsad) નોંધાયો હતો. વાપીમાં ઇમરાન વશી અંસારી નામના એક પરણીત વિધર્મી યુવકે એક જૈન સમાજની યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી અને ત્યારબાદ તેને અપહરણ કરી ફરાર થઈ ગયો હતો. આરોપી ઇમરાન અંસારી (મુળ રહે.પશ્રિમ બંગાળ) જૈન યુવતીને પ્રથમ અજમેર અને ત્યારબાદ મધ્યપ્રદેશના ઇન્દોર લઇ ગયો હતો અને બળજબરીથી પીડિત યુવતી પર દુષ્કર્મ આચરી અને ધર્મ પરિવર્તન કરાવી નિકાહ કરવાનો પ્રયાસો કર્યો હતો. જોકે, પોલીસ મુસ્લિમ યુવક અને જૈન યુવતીને વાપી લાવ્યા બાદ તેમની સાથે પૂછપરછ કરાતા અનેક ખુલાસા સામે આવ્યાં છે. જેમાં વિધર્મી યુવકે જણાવ્યું છે કે, તેણે પહેલી પત્ની સાથેની સુહાગરાતમાં જ પત્નીને જણાવ્યું હતું કે, જૈન યુવતીને ફસાવી દીધી છે.
ઇમરાન અંસારીએ 19 વર્ષની પીડિતાને પ્રથમ અજમેર દરગાહમાં લઇ ગયો હતો અને ત્યાં નિકાહ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સફળતા મળી ન હતી. જે બાદ અજમેરમાં યુવતીને તાવીજ પહેરાવી અને તેને મધ્યપ્રદેશના ઇન્દોર લઇ જઇ એક ચાલીમાં રાખી હતી. ત્યાં પણ આરોપી ઇમરાને પીડિતા પર બળજબરી કરી અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું. આ સાથે પીડિતાને ધર્મ પરિવર્તન કરી નિકાહ કરવા દબાણ કરતો હતો.
પોલીસે મોબાઇલ લોકેશનનાં આધારે મધ્યપ્રદેશનાં ઇન્દોરથી ઝડપી પાડ્યા હતા. જે બાદ વાપી લાવીને નિવેદનો લીધા હતા. જેમાં પોલીસને મુસ્લિમ યુવકે જણાવ્યુ હતું કે, પ્રથમ પત્નીને સુહાગરાતના દિવસે જૈન યુવતી અંગેની જાણ કરી હતી. પત્નીને જાણ હોવા છતાં પણ મુસ્લિમ યુવક જૈન યુવતીને ફોસલાવી લગ્ન કરાવવા ભગાડી ગયો હતો. આ કરતુતમાં પત્નિની પણ મૂક સંમતિ હોવાનું પોલીસ માની રહી છે. આ ઉપરાંત આ બંને પાસે એવું સોફ્ટવેર હતું કે, બંને વાતચીત કરે તેની જાણ પરિવારને ન થાય. તેવા જ સોફ્ટવેરથી ભાગવાના પ્લાનમાં પણ આ ચેટિંગથી વાતચીત થઇ હતી.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું હતું કે, આરોપી ઇમરાન અંસારી મૂળ બંગાળનો વતની છે. જે તેના ત્રણ ભાઈઓ સાથે વાપીના કબ્રસ્તાન રોડ પર એક મોબાઇલની દુકાન ચલાવતો હતો અને પીડિત યુવતીના પરિવારની નજીક જ રહેતો હતો. ઇમરાન અંસારી પોતે પરિણીત હોવા છતાં યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી અને ત્યારબાદ ભાઇની હત્યા કરવાની ધમકી આપી અને તેનું અપહરણ કરી ફરાર થઇ ગયો હતો.(પ્રતીકાત્મક તસવીર)