ભરતસિંહ વાઢેર, વલસાડ : વલસાડ જિલ્લાની ભીલાડ પોલીસે (Bhilad police) એક નબીરાને ઝડપી પાડ્યો છે. આ બનીરો પેટ્રોલ પંપ પર પોતાની કારની ફૂલ કરાવ્યા બાદ પૈસા આપ્યા વગર ભાગી (Youth run away after refill diesel) જતો હતો. આ રીતે તેણે આઠ વખત પેટ્રોલ પંપના માલિકોને ચૂનો લગાવ્યો હતો. ધવલ જાડેજા (Dhavalsinh Jadeja) નામનો નબીરો મહારાષ્ટ્રના એક પેટ્રોલ પંપ પર આવી જ રીતે છેતરપિંડી કરીને ફરાર થઈ ગયો હતો. જે બાદમાં પેટ્રોલ પંપ સંચાલકો અને પોલીસે પીછો કર્યો હતો. ભીલાડ પોલીસે (Bhilad police) આરોપીને નાકાબંધી કરીને દબોચી લીધો હતો. (તસવીર સૌજન્ય: ફેસબુક)
મળતી માહિતી પ્રમાણે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ફણસાનો ધવલ જાડેજા (Dhaval Jadeja) નામનો વ્યક્તિ સુખી અને સંપન્ન પરિવારમાંથી આવે છે. હરવા-ફરવા અને મોજશોખથી ટેવાયેલો ઘવલ મોંઘીદાટ ગાડીઓમાં ફરે છે. જોકે, તેની કરતૂતો કોઈ ગુનેગાર જેવી છે. ધવલની કરતૂતો સીસીટીવીમાં કેદ થયા બાદ પોલીસે તેને ઝડપી પાડ્યો છે.
ધવલ ગાડીમાં ડીઝલ ભરાવવા માટે મોટાભાગે વલસાડ જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર આવેલા પેટ્રોલ પંપ પર જાય છે. કાળા કાચ વાળી ગાડીનો ઉપયોગ કરતો ધવલ પેટ્રોલ પંપ પર ટાંકી ફૂલ કરાવવા જાય તે પહેલાં ગાડીની નંબર પ્લેટ પર કપડું ઢાંકી દેતો હતો. પેટ્રોલ પંપો પર ગાડી ટાંકી ફૂલ કરાવ્યા બાદ તે બીલ ચૂક્યા વગર જ ફરાર થઈ જતો હતો.