સુરતમાં છેલ્લાં ત્રણ દિવસથી કમોસમી વરસાદ અને ઠંડા પવન ફુંકાવાને કારણે શહેરનું વાતાવરણ એકદમ ઠંડુ થઇ ગયુ છે. પારો સતત ગગડી ગયો છે અને લોકો ઠુંઠવાઇ રહ્યાં છે. આ વચ્ચે જરૂર ન હોય તો ઘરની બહાર નીકળવાનું ટાળે છે. ત્યારે સુરતનાં ટ્રાફિક પોલીસની કેટલીક તસવીરો સામે આવી છે જેમાં તેઓ આ ઠંડા વાતાવરણમાં તેમની ફરજ બજાવતા નજર આવી રહ્યાં છે.