કિર્તેશ પટેલ, સુરત : શહેરના ડભોલીમાં ગેરેજ માલિકે સુસાઇડ નોટ લખીને આત્મહત્યા કરવા મામલે પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. આ બંને દ્વારા 41 હજાર સામે 2 લાખ રૂપિયા માંગી ત્રાસ આપવામાં આવતા ગેરેજ માલિકે કંટાળીને આપઘાત કરી લીધો હતો. ગેરેજ માલિકે સુસાઈડ નોટમાં પણ આ બંને આરોપીનો ઉલ્લેખ કરી લખ્યું હતું કે, દુકાન રાખી તેને 17 મહિના થયા, દુકાન ભાડે આપવા દેતા નથી, વેચવા દેતા નથી, સાહેબ મને ધમકી આપે છે, ડરાવે છે, તારે દુકાન વેચવી હોય તો મને આપવી પડશે, હાલ પોલીસે આ બંનેની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
શહેરના ડભોલીમાં ગેરેજ માલિક પ્રસોત્તમભાઈ એ બે વર્ષ અગાઉ ડભોલી વિસ્તારમાં દુકાન રાખી હતી પણ બિલ્ડીંગના માલિક અને પ્રમુખ બીજા કેટલાક લોકોઆ દુકાન પ્રસોત્તમભાઈ પાસેથી પડવા માંગતા હતા ત્યારે અસામાજિક તત્વો લોકો 41 હજારની સામે 2 લાખ પડાવવા ત્રાસ આપતા હતા. જેમાં ઘટનાની વાત કરીએ તો ડભોલીના પરસોત્તમભાઇ ભારદ્વાજ ગેરેજ ધરાવે છે. એમણે રમેશ રબારી અને દીનેશ રબારી પાસેથી 41 હજાર રૂપિયા વ્યાજે લીધા હતા. જેની સામે 81 હજાર ચૂકવી દીધા હતા. જોકે, પરસોત્તમમભાઇને 2 લાખ પડાવવા વ્યાજખોરોએ ત્રાસ આપતા તેમણે આત્મહત્યા કરી લીધી હતી. (મૃતકની ફાઇલ તસવીર)
પરસોત્તમમભાઇએ ઘરની ઉપર ત્રીજા માળે આવેલા પતરાવાળા રૂમમાં છતની લોખંડની એંગલ સાથે દુપટ્ટો બાંધી ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. ગેરેજ માલિકના આપઘાત કેસમાં પોલીસે સ્યુસાઈડ નોટ કબજે કરી હતી. જેમાં લખાણ લખ્યું હતું કે, સાહેબ, રમેશભાઇ રબારી તથા દિનેશભાઇ રબારી મારી દુકાન વિઠ્ઠલનગર લંબોજ એપાર્ટમેન્ટ છે. મે દુકાન રાખી તેને 17 મહિના થયા, દુકાન ભાડે આપવા દેતા નથી, વેચવા દેતા નથી, સાહેબ મને ધમકી આપે છે, ડરાવે છે, તારે દુકાન વેચવી હોય તો મને આપવી પડશે. નહીતર દુકાન વેચવા નહી દઉ કહી દુકાન આગળ બેસી ગયા. શુક્રવારે દિપક ચંપકભાઇ જેઠવા તથા મેહુલ વિઠ્ઠળ કાયા દુકાન વાંધામાં હતી અમને ખબર નહોતી. રમેશભાઇ રબારી પોલીસ કમિશનર પાસે જાય તોય અમને ફરક નો પડે તારે ગમે તે પોલીસ પાસે જાવ હોય જાવ મને કોઇ વાંધો નથી મારી પાસે દુકાન ખોલવી હોય તો મને 80,000 આપવા પડશે. સુસાઈટ નોટ માં જે.આમ સુસાઇડ નોટ માં ઉલ્લેખ કર્યો હતો