સુરત: કોરોના કાળમાં (corona pandemic) જ્યારે વિશ્વ સામાજિક, ઔધોગિક જેવા તમામ પાસાઓ પર પાછળ જઇ રહ્યો હતો ત્યારે ભારતનો ડાયમંડ ઉદ્યોગ (Diamond Industry) પ્રગતિ કરી રહ્યો હતો. જેમ એન્ડ જ્વેલરી એકસપોટ પ્રમોશન કાઉન્સીલના આંકડા મુજબ કોરોના કાળમાં પણ વર્ષે 2020ની સરખામણીમાં વર્ષ 2021માં કટ એન્ડ પોલિશ્ડ હીરાના એક્સપોર્ટમાં 69.35 ટકાનો વધારો થયો છે. વર્ષ 2021માં કટ એન્ડ પોલિશ્ડ હીરાની નિકાસ 1.33 લાખ કરોડ પર પહોંચી હતી. જે વર્ષે 2020માં 78 હજાર કરોડ હતી.
વર્ષ 2020થી સમગ્ર વિશ્વ કોરોના વાયરસના સક્જામાં ધીરે ધીરે ફસાઈ ગયું હતું. ત્યારે આર્થિક રીતે તો દેશ પડી ભાંગી રહ્યો હતો પરંતુ સામાજિક અને આરોગ્યની દ્રષ્ટીએ પણ અનેક ચેલેન્જ ઉભા થયા હતા. આવા સમયે લોકોને પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે પણ અનેક વિપરીત પરિસ્થિતિઓનો સામનો કરવો પડી રહ્યો હતો. પરંતુ એક ઉદ્યોગ ભારતમાં એવો હતો કે, તે હરણફાળ રીતે પ્રગતિ કરી રહ્યો હતો. તે છે જેમ એન્ડ જ્વેલરી. હાલમાં વર્ષ 2022ની શરૂઆત થઇ ગઇ છે ત્યારે પાછલા બે વર્ષેના આંકડા પર નજર નાખીએ તો, જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગએ નવા સીમા ચિન્હો સર કર્યા છે.
વર્ષ 2020ની સરખામણીએ જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગે 2021માં ખુબ પ્રગતિ કરી છે. જે બાબત જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સીલ આંકડા મુજબ સ્પષ્ટ દેખાઇ રહ્યું છે. ભારતનું હીરા અને જ્વેરાતનું માર્કેટ સૌથી મોટું ચાઈના, એન્ટવપ અને હોંગકૉગ છે. કોરોના કાળમાં પણ આ દેશોમાં હીરા અને જવેલરીની પુષ્કળ માંગણી હતી
વર્ષ 2020ની સરખામણીમાં વર્ષ 2021માં કટ એન્ડ પોલિશ્ડ હીરાના એક્સપોટમાં 69.35 ટકાનો વધારો થયો છે. વર્ષ 2021માં કટ એન્ડ પોલિશ્ડ હીરાની નિકાસ 1.33 લાખ કરોડ પર પહોંચી હતી. જે વર્ષ 2020માં 78 હજાર કરોડ હતી. જે આંકડા પરથી ફલિત થાય છે. આ ઉપરાંત ગોલ્ડ જ્વેલરી , સિલ્વર જ્વેલરી તેમજ સિન્થેટીક ડાયમંડની માંગમાં પણ વધારો થયો છે.