સામાન્ય રીતે દર વર્ષે થર્ટી ફસ્ટની રાત્રે ગિરિમથક સાપુતારા ખાતે મોટી સંખ્યામાં લોકો પાર્ટી કરવા માટે આવતા હોય છે. ગુજરાત પ્રવાસન વિભાગ અને સ્થાનિક હોટલ સંચાલકો પણ આજના દિવસે નવા વર્ષને આવકારવા મોટું આયોજન કરે છે. જોકે આ વર્ષે કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા તમામ ઉત્સવો ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેને લઈને અન્ય પ્રવાસન સ્થળોની જેમ સાપુતારા ખાતે પણ કોઈ કાર્યક્રમનું આયોજન નથી.
શહેરમાં લાગેલા રાત્રી કર્ફ્યૂ અને અન્ય રાજ્યોમાં પણ કોવિડ19ની પરિસ્થિતિ જોતા મોટાભાગના લોકોએ પરિવાર અને મિત્રો સાથે સાપુતારા ખાતે નવા વર્ષની ઉજવણી કરવાનું પસંદ કર્યું છે. જેને કારણે સાપુતારની મોટા ભાગની હોટલોમાં 3 દિવસ સુધી બુકીંગ ફૂલ થઇ ગયું છે. ગિરિમથક ખાતે કુદરતી સૌંદર્યનો આનંદ લઈ મોજ મસ્તી સાથે 2020ને વિદાય આપી 2021ના નવા વર્ષને આવકારશે.