વડોદરા : વલસાડમાં (Valsad)ગુજરાત ક્વિન એક્સપ્રેસ ટ્રેનના (Gujarat queen train)એક ડબ્બામાં ફાંસો ખાઇ આપઘાત (suicide in Gujarat queen train)કરી લેનાર યુવતીના કેસમાં નવો વળાંક આવ્યો છે. આ યુવતી પર વડોદરાના (Vadodara)વેક્સિન ઇન્સ્ટીટ્યૂટના મેદાનમાં દુષ્કર્મ (Rape)આચરાયું હોવાની વિગતો બહાર આવી છે. આ વાત સામે આવતા જ ગોત્રી પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની (Crime Branch)ટીમ સ્થળ પર દોડી ગઇ હતી. પોલીસની અલગ-અલગ ટીમો વિસ્તારના સી.સી. ટી.વી. ફૂટેજ મેળવવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. આ સિવાય પોલીસે દુષ્કર્મ આચરાયું તે સ્થળ ઉપરથી પુરાવા એકત્ર કરવા માટે એફ.એસ.એલ.ની મદદ લઇ તપાસ શરૂ કરી દીધી છે.
યુવતીની ડાયરીએ ખોલ્યું રહસ્ય- યુવતી અંગે તપાસ કરતાં GRPની ટીમને યુવતીએ લખેલી એક ડાયરી હાથ લાગી છે, જેમાં સામે આવ્યું હતું કે આપઘાતના 2 દિવસ પૂર્વે વડોદરાના 2 રિક્ષાચાલક યુવકે તેનું અપહરણ કર્યું હતું. આ પછી વેક્સિન ગ્રાઉન્ડમાં યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું. ત્યારે GRPની ટીમે વડોદરાના ગૌત્રી પોલીસની મદદ મેળવી આગળની તપાસ હાથ ધરી છે. આ સમગ્ર ઘટના બાદ ત્યાંથી પસાર થતી એક બસના ડ્રાયવર યુવતીને ઘર સુધી જવામાં મદદરૂપ થયા હતા, એની પણ નોંધ ડાયરીમાં મળી આવી છે. GRPની ટીમ યુવતીને મદદ કરનારા બસચાલકને શોધી તેનું નિવેદન મળવી રહી છે.
શું હતી ઘટના- દિવાળીના દિવસે મોડીરાત્રે વલસાડ રેલવે સ્ટેશન પર આવેલી ગુજરાત ક્વીન ટ્રેનના ડી-12 નંબરના ડબ્બામાં એક યુવતીનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ટ્રેનના ડબ્બામાં સામાન મૂકવાની રેકથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં યુવતીનો મૃતદેહ મળતા રેલવે પોલીસ અને રેલવેના ઉચ્ચ અધિકારીઓ પણ દોડતા થઇ ગયા હતા. સમગ્ર ઘટનામાં રેલવે પોલીસે તપાસ આદરી હતી.
મળતી માહિતી મુજબ મૃતક વડોદરામાં એક કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી અને પાંચ દિવસ પહેલા જ તે વડોદરાથી પોતાના ઘરે નવસારી આવી હતી. યુવતી અભ્યાસની સાથે એક સામાજિક સંસ્થા સાથે પણ જોડાયેલી હતી. આથી તે સંસ્થાના કામ માટે બહાર જઈ રહી હોવાનું પરિવારજનોને જણાવ્યું હતું. તે એક દિવસમાં ઘરે પરત ફરશે આવું જણાવીને ઘરથી નીકળી હતી.