નર્મદા: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) 28 ઓક્ટોબરથી 1 નવેમ્બર દરમિયાન કેવડિયાના (PM narendra modi Kevadia visit) પ્રવાસે છે. જેના કારણે સ્ટેચ્યૂ ઓફ યુનિટી (Statue of unity close) સહિતના પ્રવાસન સ્થળો પ્રવાસીઓ માટે 5 દિવસ માટે બંધ રહેશે. આ અંગે સ્ટેચ્યૂ ઓફ યુનિટી તંત્રએ વેબસાઇટ પર નોટિસ મૂકીને સત્તાવાર જાહેરાત કરી છે. નોંધનીય છે કે, સરદાર વલ્લભભાઇ પટેલની (Sardar Vallabhbhai Patel) જન્મ જયંતી નિમિત્તે 31 ઓક્ટોબરે નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે 'આઝાદી કા અમૃત મહોત્સવ' થીમ પર રાષ્ટ્રીય એકતા દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી થવાની છે.
સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતી નિમિત્તે 31 ઓક્ટોબરે નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે 'આઝાદી કા અમૃત મહોત્સવ' થીમ પર રાષ્ટ્રીય એકતા દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી થવાની છે. વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા 'સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ કેવડિયા ખાતે થનારી આ ઉજવણી અંતર્ગત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરદાર પટેલની પ્રતિમાને શ્રદ્ધાંજલિ આપીને રાષ્ટ્રીય એકતા પરેડની સલામી ઝીલશે.
દર વર્ષે PM મોદીના કેવડિયાના પ્રવાસ સમયે કેવડિયામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી સહિતના તમામ પ્રવાસન સ્થળો પ્રોટોકોલ પ્રમાણે બંધ કરી દેવામાં આવે છે. વડાપ્રધાન મોદીની આ વખતની મુલાકાત સમયે પણ કેવડિયામાં પ્રવાસન સ્થળ બંધ રહેશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી તંત્ર દ્વારા 28 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી 5 દિવસ દરમિયાન કેવડિયામાં પ્રવાસન સ્થળ બંધ રાખવાની સ્ટેચ્યૂ ઓફ યુનિટીની વેબસાઇટ પર સત્તાવાર જાહેરાત કરી છે.
નર્મદા જિલ્લાના રાજપીપળા નજીક આવેલી સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે નર્મદા નદી કિનારે ગોરા જુના પુલ ખાતે નર્મદા ઘાટ બની રહ્યો છે.આ ઘાટ ખાતે હરિદ્વારને બનારસ ખાતે રોજ ગંગા આરતી થયા છે. તેવી રીતે ગોરા ખાતે બની રહેલા ઘાટ પણ નર્મદા કિનારે ગંગા ઘાટ જેવી દરરોજ સાંજે થશે.માં નર્મદાની આરતી થશે. ગોરા પુલ પાસે બની રહેલા ઘાટની લાંબાઇ 131 મીટર અને ઊડાઈ 46 મીટરની રહશે.અંદાજીત રૂ.15 કરોડના ખર્ચે આ ઘાટ બનાવવાનનું કામકાજ પુર જોશમાં શરૂ કરી દેવમાં આવ્યું છે