કિર્તેશ પટેલ, સુરત : દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ગુરુવારે (17 સ્ટેમ્બર) જન્મ દિવસ છે ત્યારે સુરતના લોકોએ તેમના 70માં જન્મ દિવસ ઉજવણી અનોખી રીતે કરવાનું નક્કી કર્યું હતું. પીએમ મોદીના 70 જન્મ દિવસ નિમિતે શહેરમાં 70 હજાર વૃક્ષ વાવવાનું નક્કી કરી આ કાર્ય શરુ કર્યું હતું. તેમના જન્મ દિવસના એક દિવસ પહેલા 70 હજાર વૃક્ષો વાવી દેવાનો લક્ષ્યાંક પાર થઈ જતા ગુજરાત રેકોડ દ્વારા આ ભગીરથ કાર્યમાટે સુરતના ડેપ્યુટી મેયરને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ગુરુવારે વડા પ્રધાન મોદીનો જન્મ દિવસ છે. તેમનો જન્મ દિવસ દેશના લોકો ખુબ ધૂમધામથી ઉજવતા હોય છે. જોકે આ વર્ષે કોરોના મહામારી વચ્ચે લોકોને એકત્ર થવા પર પ્રતિબંધ છે. કોરોના મહામારીમાં સૌથી વધુ દર્દીને ઓક્સિજનની જરૂર હોવાને લઇને સુરતના ડેપ્યુટી મેયર દ્વારા શહેરમાં 70 હજાર વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો હતો.