Home » photogallery » gujarat » વલસાડ : કંપનીમાં કામ કરતા કામદારો અને કર્મચારીઓ માટે રાત્રે રસીકરણ

વલસાડ : કંપનીમાં કામ કરતા કામદારો અને કર્મચારીઓ માટે રાત્રે રસીકરણ

મોટી સંખ્યામાં લોકો રાત્રે પણ રસી લગાવવા આરોગ્ય વિભાગના રાત્રી રસીકરણ કેમ્પમાં આવી રહ્યા છે

विज्ञापन

  • 14

    વલસાડ : કંપનીમાં કામ કરતા કામદારો અને કર્મચારીઓ માટે રાત્રે રસીકરણ

    ભરતસિંહ વાઢેર, વલસાડ : વલસાડ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના તમામ વિસ્તારોમાં રસીકરણ કેમ્પો લાગી રહ્યા છે. રોજ 100થી વધુ જગ્યાએ સમગ્ર જિલ્લામાં રસી માટેના કેમ્પો લગાવવામાં આવે છે. જેમાં ગાઈડલાઈન પ્રમાણે મોટી સંખ્યામાં લોકોને રસી આપવામાં આવી રહી છે. મહત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લામાં આવેલ વાપી, વલસાડ, સરીગામ, ઉમરગામ, પારડીના જી આઇ ડી સી વિસ્તારોમાં નાની મોટી હજારો કંપનીઓ ધમધમે છે. જેમાં લાખો કામદારો કામ કરે છે. આથી આવી કંપનીઓમાં જે કામદારો અને કર્મચારીઓ કે લોકો સવારથી રાત સુધી નોકરી ધંધા માટે કામમાં કે કંપનીઓમાં હોય છે. આથી દિવસે રસી માટે સમય નથી મળી શકતો. એવા લોકો અને કામદાર વર્ગ માટે આરોગ્ય વિભાગ દ્વારા રાત્રી રસીકરણ કેમ્પેઇન શરૂ કર્યા છે.

    MORE
    GALLERIES

  • 24

    વલસાડ : કંપનીમાં કામ કરતા કામદારો અને કર્મચારીઓ માટે રાત્રે રસીકરણ

    રાત્રી રસીકરણ કેમ્પમાં આરોગ્ય વિભાગની ટીમો જે તે વિસ્તારોમાં જઇ અને રાત્રે રસી લગાવવાના કેમ્પ લગાવવામાં આવી રહ્યા છે. સાથે જ આરોગ્ય વિભાગે પણ તૈયારી બતાવી છે કે જે વિસ્તારમાં 30થી વધુ કામદારો કે લોકો રાત્રે રસી લેવા તૈયાર હોય તેવા વિસ્તારોમાં આરોગ્ય વિભાગની ટીમ રાત્રે જે તે વિસ્તારમાં જઈ અને રસી માટેનો કેમ્પ લગાવવામાં આવશે.

    MORE
    GALLERIES

  • 34

    વલસાડ : કંપનીમાં કામ કરતા કામદારો અને કર્મચારીઓ માટે રાત્રે રસીકરણ

    જિલ્લામાં દિવસે ચાલી રહેલા રસીકરણ ઝુંબેશને વધુ વેગ મળે અને રાત્રે પણ રસીકરણ અભિયાન ચાલે તે માટે આરોગ્ય વિભાગની ટીમો રાત્રે પણ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં રાત્રી રસીકરણ કેમ્પ લગાવી રહી છે. આ રાત્રી રસીકરણ કેમ્પોમાં પણ આરોગ્ય વિભાગની ટીમને મહત્વની સફળતા મળી છે. મોટી સંખ્યામાં લોકોરાત્રે પણ રસી લગાવવા આરોગ્ય વિભાગના રાત્રી રસીકરણ કેમ્પમાં આવી રહ્યા છે.

    MORE
    GALLERIES

  • 44

    વલસાડ : કંપનીમાં કામ કરતા કામદારો અને કર્મચારીઓ માટે રાત્રે રસીકરણ

    આમ દિવસ બાદ હવે રાત્રે પણ વલસાડ જિલ્લામાં રસીકરણના કેમ્પ લાગી રહ્યા છે. આથી વલસાડ જિલ્લામાં ચાલી રહેલા રસીકરણ ઝુંબેશને વધુ વેગ મળ્યો છે અને વધુમાં વધુ લોકોને રસી લગાવવામાં આવી રહી છે. હજુ પણ આગામી સમયમાં જિલ્લામાં ચાલી રહેલા રસીકરણ અભિયાનને તીવ્ર ગતિએ ચલાવવા માટે આરોગ્ય વિભાગ દ્વારા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

    MORE
    GALLERIES