કિર્તેશ પટેલ, સુરત : સુરતના (Surat)પાંડેસરાના સિદ્ધાર્થ નગર નજીક કચરાના ઢગલા પર પ્લાસ્ટિકની થેલીમાં લપેટીને નવજાત બેબીને (Left Newborn baby girl) ત્યજી દેવાના કેસમાં પોલીસે (Police)બિહારી યુવાનને ઝડપી પાડયો છે. સમગ્ર ઘટનામાં સીસીટીવીના (CCTV)આધારે બાઇક નંબર મેળવી આરોપીઓ સુધી પહોંચી પાંડેસરા પોલીસે (Pandesara Police Station)ગુનો ઉકેલી નાખ્યો છે. જન્મ આપનારી માતાના સગા બનેવી જોડે અનૈતિક સંબંધો હતા. બિહારથી સુરત આવ્યો હતો પરંતુ રસ્તામાં જ પ્રસૂતિ થઇ જતા પોતાનું પાપ છપાવવા નવજાતને ત્યજી દીધું હતું.
સુરતમાં એક દિવસ પહેલા એક નિષ્ઠુર જનેતાએ પ્લાસ્ટીકની થેલીમાં નવજાત બાળકીને કચરાનાં ઢગલામાં ત્યજી દીધી હતી. જોકે પોલીસે CCTV ફૂટેજના આધારે સમગ્ર ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. પાંડેસરાના સિદ્ધાર્થનગર ત્રણ રસ્તાથી બાટલી બોય ત્રણ રજૂ તરફ જવાના મેઇન રોડ પર એમકે. ગેરેજની સામે ઓવર બ્રિજના નાકા પર કચરાના ઢગલા પરથી ગઈકાલે સવારે પ્લાસ્ટિકની થેલીમાં લપેટીને ત્યજી દેવાયેલું નવજાત બાળક મળી આવ્યું હતું. પાંડેસરા પોલીસે નવજાતને ત્યજી દેનાર જનેતા અને તેના પિતા વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી. જેમાં એક યુવાન બાઇક પર માસુમને ત્યજીને જતા દેખાતો હતો. જેથી પોલીસે બાઇકના નંબરના આધારે તે વિસ્તારના તમામ સીસીટીવી તપાસી લીધા હતા અને ત્યાર પછી ઉનની શ્રીનાથ સોસાયટીમાં બનેવીના ઘરેથી રજનીશકુમાર રવિન્દ્ર પાસવાનને ઝડપી લીધો હોવાનું જાણવા મળે છે. રજનીશની પૂછપરછમાં તે બિહારના નાલંદા જિલ્લાનો રહેવાસી છે અને તેના સાળી સાથે અનૈતિક સંબંધ હતા. જેને પગલે સાળી ગર્ભવતી થઇ જતા બિહારથી સુરત ડિલીવરી માટે આવ્યો હતો અને પાંડેસરા વિસ્તારની હોસ્પિટલમાં ગયો હતો. પરંતુ હોસ્પિટલમાં દાખલ કરવાનો ઈન્કાર કરી દીધો હતો અને રસ્તામાં જ પ્રસૂતિ થઇ ગઇ હતી. જેથી નવજાતને પ્લાસ્ટિકની થેલીમાં લપેટીને ત્યજી દીધાની કબૂલાત કરી છે. હાલમાં પોલીસ દ્વારા રજનીશની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.
તબીબોનાં જણાવ્યા પ્રમાણે, ત્યજી દેવાયેલી બાળકી ઘરે જ જન્મી છે. જન્મ બાદ નાળ કાપી દોરો બાંધવામાં આવ્યો છે. મશીન ઓપરેટરનાં જણાવ્યા અનુસાર, બાળકી થેલીમાં લોહીથી લથપથ હાલતમાં હતી. બાળકને રિક્ષાવાળાની ચાદરથી સાફ કરી સિવિલ લઈ આવ્યા હતા. રીક્ષા ચાલકનાં જણાવ્યા અનુસાર તે નોકરી પર જતો હતો. ત્યારે ભેસ્તાન બ્રિજ કામનાથ મહાદેવના મંદિરે સામે કચરાના ઢગલા પાસેથી પસાર થઈ રહ્યો ત્યારે કોઈ બાળકીના રડવાના અવાજ આવતાં હું ઊભો રહી ગયો હતો. બસ, આમ તેમ નજર કર્યા બાદ કચરાના ઢગલામાં પડેલી એક થેલીમાં હલનચલન થતું રહ્યું હતું. ખોલીને જોયું તો એક નવજાત બાળકી લોહીથી ખરડાયેલી હાલતમાં હતી.