દિપક પટેલ, નર્મદા : પ્રવાસીઓ માટે એક સારા સમાચાર છે. હવે નર્મદા (Narmada) જિલ્લાના સ્ટેચ્યૂ ઓફ યુનિટી (Statue Of Unity) ખાતેના જંગલ સફારી પાર્કમાં (Safari park) પ્રવાસીઓ માટે ટિકિટ (Online Tickits) માટે સ્લોટ હટાવી દેવામાં આવ્યા છે. હવે પ્રવાસીઓને ઓનલાઇન ટિકિટ સહેલાયથી મળી શકશે. કોરોના મહામારીને કારણે જંગલ સફારી પાર્ક 6 મહિના બંધ રાખવામાં આવ્યું અને 31 ઓક્ટોબરના દિવસથી પ્રવસીઓ માટે સ્લોટ બનાવવામાં આવ્યાં હતા. જેમાં માર્યાદિત ટિકિટ આપવામાં આવતી હતી. જેથી કોરોના સંક્રમણ વધુ ન ફેલાય. જોકે, આ ઓનલાઇન ટિકિટમાં કેટલાક પ્રવાસીઓ ને ટિકિટ ન મળતા નિરાશ થયા હતા. જેને જંગલ સફારી પાર્કના વહીવટદારો દ્વારા ઓનલાઇન ટિકિટની મર્યાદા કાઢી નાખી ઓલટાઈમ ઓનલાઇન ટિકિટ કરી દેતા પ્રવાસીઓમાં આનંદ છવાયો અને હવે પ્રવાસીઓ મોટી સંખ્યામાં જંગલ સફારી પાર્કમાં ઉમટી રહ્યા છે.
જોકે કોરોનાની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવા અધિકારી વર્ગ પણ ખડેપગે રહે છે. નર્મદા જિલ્લામાં મૌસમ એકદમ ખુશનુમા છે. સાતપુડા અને વિંધ્યાચળની ગિરીમાળા સોળેકળાએ ખીલી ઉઠી છે. ત્યારે જંગલ સફારી પણ આ મૌસમમાં લીલુછમ હોય પશુ પક્ષીઓ પણ ઠંડક અનુભવી રહ્યાં છે. પ્રવાસીઓ આ પશુ પક્ષીઓને જોઈને ખૂબ ખુશ થઈ રહ્યા છે.
નર્મદા જિલ્લામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે આવેલા 375 એકરમાં પથરાયેલ જમીનમાં જંગલ સફારીમાં 1500 જેટલા નાના મોટા દેશી અને વિદેશી પશુપક્ષીઓ રાખવામાં આવ્યા છે. આ પશુ પક્ષીઓને જે મૌસમમાં રહેવા ટેવાયેલા છે એવું વાતાવરણ રાખવા જંગલ સફારીની આખી ટીમ રાતદિવસ કામ કરી રહી છે. હાલ નર્મદામાં વાતાવરણનો પારો 10થી 12 ડીગ્રી પર જતાં ખાસ કરીને રાત્રે ઠંડીનો ચમકારો વધે છે અને ખાસ જંગલ વિસ્તારને કારણે ઠંડીના પ્રમાણમાં પણ વધારો થાય છે.
પશુ પક્ષીઓને વધુ ઠંડીના લાગે એ માટે રાત્રે તેમને કોટેજમાં લઈ જવામાં આવે જેની આજુબાજુ લીલી નેટ લગાવવામાં આવે અને તમામ કોટેજની બહાર હિટર મશીન લગાવવામાં આવ્યા છે. જેનાથી વાતાનુકુલીત રૂમ બને જેમાં પશુપક્ષી નિરાંતે રહી શકે. હાલમાં નર્મદા જિલ્લામાં મૌસમ એકદમ ખુશનુમા છે. સાતપુડા અને વિંધ્યાચળની ગિરિમાળા સોળેકળાએ ખીલી ઉઠી છે ત્યારે પ્રવાસીઓ અહીં ફરવાનો અનેરો આનંદ લઇ રહ્યાં છે.