Home » photogallery » gujarat » SOU જવાનું વિચારતા પહેલા વાંચો આ સમાચાર: પાવર હાઉસ અને ક્રૂઝ બોટ થયા બંધ

SOU જવાનું વિચારતા પહેલા વાંચો આ સમાચાર: પાવર હાઉસ અને ક્રૂઝ બોટ થયા બંધ

ક્રૂઝ બોટને એક બાજુ જુના બ્રિજ સાથે બાંધી દેવામાં આવી છે. 

  • 14

    SOU જવાનું વિચારતા પહેલા વાંચો આ સમાચાર: પાવર હાઉસ અને ક્રૂઝ બોટ થયા બંધ

    દિપક પટેલ, નર્મદા: જો તમે સ્ટેચ્યૂ ઓફ યુનિટીના (Statue of Unity) પ્રવાસે જવાનું વિચારી રહ્યાં હોવ તો પહેલા આ સમાચાર તમારે વાંચી લેવા જોઇએ. સામાન્ય રીતે ઉનાળો (summer) શરૂ થતાની સાથે જ નર્મદા નદીમાંથી (Narmada river) પાણી પણ ઓછું થતું જાય છે. આ વખતે પણ એવું જ થયું છે. નર્મદા બંધની જળ સપાટીમાં ઘટાડો નોંધાતા રિવરબેડ પાવર હાઉસ (power house) બંધ કરી દેવામાં આવ્યું છે. સાથે નર્મદા નદી સૂકી થવાથી એકતા ક્રૂઝ બોટ (Ekta cruise boat) પણ બંધ કરી દેવામાં આવી છે. (ક્રૂઝ બોટની અત્યારનો હાલ અને પહેલાની તસવીર)

    MORE
    GALLERIES

  • 24

    SOU જવાનું વિચારતા પહેલા વાંચો આ સમાચાર: પાવર હાઉસ અને ક્રૂઝ બોટ થયા બંધ

    નર્મદા નદીમાં છોડવામાં આવતું પાણી હાલ બંધ કરી દેવામાં આવ્યું છે. એટલે કે, નર્મદા નદી એકદમ સુકીભટ્ઠ થઇ ગઈ છે એટલે જે 20થી 25 મીટર પાણીમાં ક્રુઝ બોટ તરી શકે એ એકતા ક્રૂઝ બોટ પણ પાણીના અભાવે બંધ કરવામા આવી છે. ક્રૂઝ બોટને એક બાજુ જુના બ્રિજ સાથે બાંધી દેવામાં આવી છે.

    MORE
    GALLERIES

  • 34

    SOU જવાનું વિચારતા પહેલા વાંચો આ સમાચાર: પાવર હાઉસ અને ક્રૂઝ બોટ થયા બંધ

    ફરી હવે ચોમાસામાં પાણી આવશે કે કોઈ મોટા નેતાનો પ્રોગ્રામ આવશે ત્યારે ફૂલ કરવામાં આવશે ત્યાં સુધી એકતા ક્રૂઝ બોટ બંધ રાખવામાં આવે તો એમા કોઇ શક નથી. આ દરમિયાન આવતા પ્રવાસીઓ ક્રૂઝ બોટનો લાભ ઉઠાવી નહીં શકે.

    MORE
    GALLERIES

  • 44

    SOU જવાનું વિચારતા પહેલા વાંચો આ સમાચાર: પાવર હાઉસ અને ક્રૂઝ બોટ થયા બંધ

    સરદાર સરોવર નર્મદા બંધની જળસપાટી 12557 મીટર પર છે, એટલે કે 138.68 મીટરથી આઠ મીટર નીચે ઉતરી છે. હાલ  2227 મિલિયન ક્યુબિક મીટર પાણીનો સંગ્રહિત જથ્થો સરદાર સરોવરમાં છે. મહત્ત્વનુ છે કે,થોડા દિવસ બાદ ચૈત્ર મહિનાની શરૂઆત થશે. જેમાં નર્મદા નદીની પરિક્રમા અને સ્નાન કરવાનો અનોખો મહિમા હોય છે. ઉત્તરવાહિનીમાં નર્મદાની પંચકોશી પરિક્રમાની પણ શરૂઆત થશે ત્યારે નર્મદામાં પાણી નહિ હોય. (ક્રૂઝની પેહલાની તસવીર )

    MORE
    GALLERIES