ભાવિન પટેલ, નવસારી : સમાજમાં સોશિયલ મીડિયાને કારણે કેટલીક સારી બાબતો સામે આવી રહી છે તો કેટલીક ખરાબ બાબતો પણ સામે આવી રહી છે. નવસારીમાં માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો આવ્યો સામે છે. નવસારીમાં રહેતી સગીર યુવતીને સોશિયલ મીડિયાના માધ્યમથી સુરતના મજૂર યુવાન સાથે ઓનલાઇન પ્રેમ થયો હતો. આ પ્રેમના કારણે સગીર યુવતી યુવાન સાથે સુરત ભાગી ગઇ હતી. જોકે નવસારી પોલીસે 5 દિવસે પ્રેમી યુવાનની ધરપકડ કરી લીધી છે.