કિર્તેશ પટેલ, સુરત : સુરતમાં પ્રેમ સંબધને લઈને વેવાઈ-વેવાણ ભાગી જવાનો કિસ્સો ખુબજ ચર્ચામાં રહ્યો હતો જોકે ત્યાર બાદ વધુ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે પરિણીત મોટાભાઈ અને તેમના જ નાનાભાઈની પત્ની સાથે પ્રેમ થઈ જતા ભાગી ગયા હતા. જોકે જેઠ સાથે દેરાણી ભાગે જવાની ઘટના ફરીએ એક વાર ચર્ચા માં આવી છે જોકે ભાગી જનારા જેઠની પત્નીએ પોતાના પતિ અને દેરાણી વિરુદ્ધ પોલીસ કમિશનર કચેરીમાં ફરિયાદ કરી છે કારણકે તે ભાગી છુટ્ટા થઈ ગયા છે ત્યારે પોતે અને બાળકોને અટવાઈ જવાનો વારો આવ્યો છે.
અહીંયા એકજ પરિવારના મોટા ભાઈ પોતાના નાના ભાઈની પત્નીને પ્રેમ જાળમાં ફસાવી લઇને ભાગી જવાની ઘટના સામે આવતા ફરીએક વાર સુરત ચર્ચામાં આવ્યુ છે .અહીંયા જેઠ અને દેરાણીનો પ્રેમ સામે આવ્યો છે. જોકે પરીણિતા એ પોલીસમાં લેખિત પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે જેમાં ભાગી જનાર જેઠની પરિણીતા દ્વારા એક અરજી કરવામાં આવી છે.
પરીણિતાએ પોલીસ કમિશનર કચેરી ખાતે અરજી આપી છે અને ન્યાયની માંગ કરી છે.પતિ તેના નાનાભાઈના ઘરે વારંવાર જતો હતો. તેથી કામિનીને શંકા જતા તપાસ કરી પતિને તેના નાનાભાઈની પત્નીની સાથે પ્રેમ સંબંધ હોવાનું ખુલ્યું હતું. લોકડાઉનમાં નાનોભાઈ અને તેની પત્ની વતન જતા પતિ પણ પત્ની સંતાનોને છોડીને વતન ચાલ્યો ગયો હતો. 16 જૂનના રોજ મોટોભાઈ નાનાભાઈની પત્ની સાથે ભાગી ગયો હતો.