<br />સુરત: થોડા સમયથી રાજ્યના (Gujarat weather updates) વાતાવરણમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. જેના કારણે ખેડૂતોની (Gujarat farmers in worry due to unseasonal rain) ચિંતામાં વધારો થઇ રહ્યો છે. સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે આગામી 27 ડિસેમ્બરે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને કચ્છમાં માવઠાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આ સાથે 29 ડિસેમ્બરથી ઠંડીના વધુ એક રાઉન્ડની આગાહી પણ કરવામાં આવી છે.
છુટા છવાયા વરસાદની કરાયેલા આગાહીને પગલે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમીતીઓમાં ખુલ્લામાં રાખવામાં આવેલ અનાજ તેમજ અનાજની બોરીઓ વરસાદને કારણે અનાજ પલડીને બગડી ન જાય તેની સાવચેતી રાખવા સાબરકાંઠા જિલ્લાના તમામ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, સબ સેન્ટરોમાં તથા અનાજ કે અનાજ ભરેલી બોરીઓ પરીવહન દરમ્યાન પલળી ન જાય તે હેતુસર જિલ્લા વહિવટી તંત્ર દ્વારા લાગતા વળગતા વિભાગોમાં લેખીત પત્ર દ્વારા અગમચેતીના ભાગરૂપે યોગ્ય પગલા લેવા જાણ કરવામાં આવી છે. છુટા છવાયા વરસાદની આગાહીને પગલે ખેડુતોમાં ઘાસ ચારા સહિત શિયાળુ પાકોમાં પણ નુકસાનની ભીતીથી ખેડુતોમાં ચિંતાની લાગણી પ્રસરી છે.