Home » photogallery » gujarat » ગુજરાતના આ વિસ્તારોમાં 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં ખાબકશે ધોધમાર વરસાદ

ગુજરાતના આ વિસ્તારોમાં 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં ખાબકશે ધોધમાર વરસાદ

Gujarat weather forecast: આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં કેટલીક જગ્યાઓ પર ભારે વરસાદ થવાની આગાહી છે. જેમા વલસાડ, નવસારી, દમણ દાદરા નગર હવેલીમાં ક્યાંક કોઇ જગ્યાએ ભારે વરસાદ થશે.

  • 15

    ગુજરાતના આ વિસ્તારોમાં 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં ખાબકશે ધોધમાર વરસાદ

    અમદાવાદ: રાજ્યમાં (Gujarat monsoon) હાલ છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતીઓને કાળઝાળ ગરમીમાંથી રાહત તો મળી છે પરંતુ બફારો (humidity) વધી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે (Gujarat weather forecast) આજે પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાખે અમદાવાદમાં હાલ ભારે વરસાદ નહીં થાય તેવું જણાવવામાં આવ્યં છે.

    MORE
    GALLERIES

  • 25

    ગુજરાતના આ વિસ્તારોમાં 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં ખાબકશે ધોધમાર વરસાદ

    હવામાન વિભાગના અધિકારી મનોરમા મોહંતીના જણાવ્યા પ્રમાણે, સૌરાષ્ટ્રના દરિયા કિનારે અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. રાજ્યના બાકી વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી નથી પરંતુ સામાન્ય વરસાદ પડી શકે છે. આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં કેટલીક જગ્યાઓ પર ભારે વરસાદ થવાની આગાહી છે. જેમા વલસાડ, નવસારી, દમણ દાદરા નગર હવેલીમાં ક્યાંક કોઇ જગ્યાએ ભારે વરસાદ થશે. જોકે, ત્રણ દિવસ પછી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની આગાહી છે. ત્યારે 21મી તારીખ સુધી અહીં ભારે વરસાદની આગાહી છે.

    MORE
    GALLERIES

  • 35

    ગુજરાતના આ વિસ્તારોમાં 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં ખાબકશે ધોધમાર વરસાદ

    તેમણે વધુમાં જણાવ્યું કે, હાલ કોઇ સિસ્ટમ સક્રિય નથી. પરંતુ જે છે તે વધારે મજબૂત થઇ છે. જેના કારણે વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદની વાત કરીએ તો, અહીં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે પરંતુ ભારે વરસાદની કોઇ શક્યતા નથી. અમદાવાદ શહેરમાં પણ એકાદ- બે જગ્યાએ વરસાદ વરસવાની શક્યતા છે. હાલ દક્ષિણ ગુજરાતમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. આ સાથે વલસાડ, દાદરનગર હવેલી સાથેના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ થઇ રહ્યો છે.

    MORE
    GALLERIES

  • 45

    ગુજરાતના આ વિસ્તારોમાં 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં ખાબકશે ધોધમાર વરસાદ

    સંઘપ્રદેશ દાદરાનગર હવેલીના વાતાવરણમાં શુક્રવારે પલટો આવ્યો હતો. સવારથી વાદળછાયુ વાતાવરણ હતું. જોકે બપોરના સમયે સેલવાસ અને આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો હતો.. બપોરે સેલવાસ અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. આમ ભારે ઉકળાટ અને ગરમીના માહોલમાં અચાનક મેઘરાજાની એન્ટ્રીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી હતી.. મહત્વપૂર્ણ છે કે આગામી સમયમાં વલસાડ જિલ્લા ઉપરાંત સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગરહવેલીમાં પણ વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ત્યારે છેલ્લા ત્રણ દિવસથી પ્રદેશમાં વાદળછાયુ વાતાવરણ વાદળછાયુ છવાયું છે.અને વાતાવરણ વરચે છૂટો છવાયો હળવો વરસાદ વરસતો હતો જોકે આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ વચ્ચે સેલવાસ અને આસપાસના વિસ્તારમાં સારો વરસાદ વરસ્યો હતો.

    MORE
    GALLERIES

  • 55

    ગુજરાતના આ વિસ્તારોમાં 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં ખાબકશે ધોધમાર વરસાદ

    10 વાગ્યા સુધી 11 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત સહિત ચારેય પંથકમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગરમાં વરસાદની આગાહી, આ ચ્છ,બનાસકાંઠામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, નવસારી, વલસાડમાં પણ આગાહી કરવામાં આવી છે. છેલ્લા 12 કલાકમાં 53 તાલુકામાં વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસ્યા છે. સૌથી વધુ સુરતના કામરેજમાં પોણા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે. ત્યારે હજુ પાંચ દિવસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

    MORE
    GALLERIES