દિપક પટેલ, નર્મદા: કેવડિયામાં (kevadia) આવેલું સ્ટેચ્યૂ ઓફ યુનિટીની (Statu of unity) કુદરતી સૌંદર્યથી ઘેરાયેલું છે. ત્યારે Condé Nast Traveller આંતરરાષ્ટ્રીય ટ્રાવેલ મેગેઝીનમાં બેસ્ટ ડેસ્ટિનેશન વેડિંગ (destination wedding) સ્થળ તરીકે Statue of Unity Tent City -01નો સમાવેશ થયો છે. જે ગુજરાત માટે એક ખુશીના સમાચાર છે. ગુજરાતમાં નર્મદા (narmada) જિલ્લામાં કેવડિયા નજીક સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે નર્મદા નદીના કાંઠે અદ્ભૂત કુદરતી સૌંદર્ય વચ્ચે ટેન્ટસિટી 01 બની છે. જે બેસ્ટ ડેસ્ટિનેશન વેડિંગ સ્થળ બન્યું છે.
ઉલ્લેખનીય છે કે, મસૂરી, રાજસ્થાનના રાજાશાહી પેલેસ, કોચી અને ભારતના અલગ અલગ પર્યટન સ્થળ પર આવેલા શાનદાર પેલેસ બાદ હવે નર્મદા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટી ટેન્ટ સીટી -1 નો પણ વેડિંગ ડેસ્ટિનેશન તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. કોરોનાના કેસ વધતા ગત વર્ષે બધા જ પ્રવાસન સ્થળો બંધ હતા ત્યારે વિચારવામાં આવ્યું હતું કે, શું નવું કરી શકાય જેનાથી સ્ટાફથી લઈને અન્ય ખર્ચાઓ નીકળી શકે. જે માટે એક કોવિડ 19ની ગાઈડ લાઈન ફોલો કરી વેડિંગ પેકેજ બનાવ્યુ હતું. જેને ખૂબ સારો રિસ્પોન્સ લોકો તરફથી મળ્યો હતો. ત્યારે હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ટેન્ટસિટીને ખ્યાતિ મળી છે એક સન્માન અને ગૌરવની વાત છે.
દુલ્હા દુલ્હન માટે સ્પેશિયલ વરમાળા બનાવવામાં આવે છે. સવારે નાસ્તો બપોરે જમવાનું લગ્ન પછી પણ જમવાની વ્યવસ્થા હોય છે. દુલ્હા દુલ્હન માટે સ્પેશિયલ મહેંદી આર્ટિસ દ્વારા મહેંદી પાડી આપવામાં પણ આવે છે. પ્રાકૃત્તિક સૌંદર્ય ધરાવતા વાતાવરણ વચ્ચે લગ્ન માટે તમામ સુવિધા આપવામાં આવે છે. નોંધનીય છે કે, અત્યાર સુધીમાં અહીં 22 લગ્ન થઇ ચૂક્યા છે.
ટેન્ટ સિટીના મેનેજર, ચેતન વર્માના જણાવ્યાં પ્રમાણે, ગત જૂન જુલાઇમાં અમે આ વેડિંગ પેકેજ જાહેર કર્યું હતું. અત્યાર સુધીમાં અમે 22 સફળ લગ્ન આયોજીત કર્યા છે. આંતરરાષ્ટ્રીય મેગેઝીનમાં ટેન્ટ સિટીનું બેસ્ટ વેડિંગ ડેસ્ટિનેશન માટે નામ આવવું તે ખરેખરે ગર્વની વાત છે. ગુજરાત માટે આ ગર્વની વાત છે, સ્ટેચ્યૂ ઓફ યુનિટી માટે ગર્વની વાત છે કે માત્ર બે જ વર્ષમાં આ આગવી ઓળખ બનાવી છે.