કેતન પટેલ, નંદુબાર: ગુજરાતને અડીને આવેલા નંદુરબાર (winter in Nadubar) જિલ્લાના સાતપુડા પર્વતના અક્કલકૂવા તાલુકામાં હોલડાબ, વાલંબા ગામમાં સતત બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. વહેલી સવારના સમયેથી ઠંડીનું પ્રમાણ વધી જાય છે જેના કારણે ઝાકળ પણ બરફમાં ફેરવાઇ જાય છે. જેના કારણે, દાબ ગામ સહિત અક્કલકકૂવા, ધડગાંવ તાલુકાના કુલ 40થી 50 હજાર લોકોનું જનજીવન પ્રભાવિત થઇ રહ્યું છે. ખેતરોમાં પણ બરફની પતરી છવાય જવાને કારણે ખેડૂતોને હાલાકી ભોગવવી પડે છે.
નંદુરબાર જિલ્લાના સાતપુડાના 3 અને 4 નંબરના પર્વતોમાં સતત બે દિવસથી વાતાવરણ ઠંડુ થયુ છે. આ વિસ્તારમાં કશ્મીર જેવી સ્થિતિ નિર્માણ થઈ છે. મકાન, વાહનો, ખેતરોમાં બરફની પરત થઇ રહી છે. પાંચ દિવસના વાતાવરણમાં આ વિસ્તારમાં 1થી 2 ડીગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. જેના કારણે ખેડૂતોની ચિંતા વધી રહી છે. ડાબ ગામમાં બે દિવસથી બરફની પરત થઈ રહી છે.