Home » photogallery » gujarat » વલસાડમાં નદી-નાળાઓ લીધું રૌદ્ર સ્વરૂપ, હજી ત્રણ દિવસ દ.ગુજરાતમાં વરસાદ કરશે ધમાકેદાર બેટિંગ

વલસાડમાં નદી-નાળાઓ લીધું રૌદ્ર સ્વરૂપ, હજી ત્રણ દિવસ દ.ગુજરાતમાં વરસાદ કરશે ધમાકેદાર બેટિંગ

છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 111 તાલુકાઓમાં વરસાદ (monsoon) નોંધાયો છે.

विज्ञापन

  • 14

    વલસાડમાં નદી-નાળાઓ લીધું રૌદ્ર સ્વરૂપ, હજી ત્રણ દિવસ દ.ગુજરાતમાં વરસાદ કરશે ધમાકેદાર બેટિંગ

    Rainfall in Gujarat: રાજ્યમાં (Gujarat) દક્ષિણ ગુજરાતમાં (south Gujarat) બારે મેઘ ખાંગા થયાની સ્થિતિનું નિર્માણ થયું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 111 તાલુકાઓમાં વરસાદ (monsoon) નોંધાયો છે. આ સાથે આજે નવસારી, ડાંગ અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની (heavy rainfall forecast in South Gujarat) આગાહી પણ કરવામાં આવી છે. તો આજે સવારે 6થી 8 વાગ્યા સુધીમાં 25 તાલુકાઓમાં વરસાદ થયો છે. જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 15 મીમી વરસાદ નોંધાયો છે.

    MORE
    GALLERIES

  • 24

    વલસાડમાં નદી-નાળાઓ લીધું રૌદ્ર સ્વરૂપ, હજી ત્રણ દિવસ દ.ગુજરાતમાં વરસાદ કરશે ધમાકેદાર બેટિંગ

    હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજથી સતત ત્રણ દિવસ દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ અને ડાંગમાં ભારે વરસાદ થઈ શકે છે. આ સાથે આણંદ, બનાસકાંઠા, દાહોદ, ખેડા, મહેસાણા, પંચમહાલ, અમરેલી, ભાવનગર, રાજકોટ અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં રાજયમાં 111 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વલસાડ જિલ્લામાં વરસાદ નોંધાયો છે. અમદાવાદ શહેરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ ખેંચાતો જાય છે. હજી આગામી ચાર પાંચ દિવસ અમદાવાદમાં વરસાદની કોઈ શક્યતાઓ દેખાતી નથી.

    MORE
    GALLERIES

  • 34

    વલસાડમાં નદી-નાળાઓ લીધું રૌદ્ર સ્વરૂપ, હજી ત્રણ દિવસ દ.ગુજરાતમાં વરસાદ કરશે ધમાકેદાર બેટિંગ

    વલસાડ જિલ્લામાં સતત બે દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. જેના કારણે જિલ્લાના તમામ નદી-નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે. વલસાડ જિલ્લાની ઔરંગા નદી, દમણ ગંગા, પાર અને કોલક નદી પણ બે કાંઠે વહી રહી છે. સાથે જ વરસાદની આગાહીના પગલે એનડીઆરએફની એક ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. વલસાડમાં રહેલી NDRFની ટીમ પણ એક્શન મોડ પર આવી છે. વલસાડ જિલ્લાના મધુબન ડેમમાંથી દમણગંગા નદીમાં 75000 ક્યુસેક પાણી છોડવામાં આવતાં નદી કિનારાના ગામના લોકોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી હતી અને જો જરૂર જણાય તો રાહત બચાવની કામગીરી કેવી રીતે કરવી તેના માટે એનડીઆરએફની ટીમે ઓરંગા નદીમાં એક મોક ડ્રિલનું આયોજન કર્યું હતું

    MORE
    GALLERIES

  • 44

    વલસાડમાં નદી-નાળાઓ લીધું રૌદ્ર સ્વરૂપ, હજી ત્રણ દિવસ દ.ગુજરાતમાં વરસાદ કરશે ધમાકેદાર બેટિંગ

    રાજ્યમાં ચોમાસાની સ્થિતની વાત કરીએ તો, આ વર્ષે સીઝનનો કુલ 24.64 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં કચ્છમાં ચોમાસાની અત્યાર સુધીની સીઝનનો સૌથી વધુ સરેરાશ 26.70 ટકા વરસાદ થયો છે. ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધીની સીઝનનો 18.93 ટકા, મધ્ય ગુજરાતમાં 20.84 ટકા, સૌરાષ્ટ્રમાં 23.82 ટકા, દક્ષિણ ગુજરાતમાં 24.64 ટકા જેટલો વરસાદ થયો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 8.14 ઈંચ વરસાદ થયો છે.

    MORE
    GALLERIES