ભરતસિંહ વાઢેર, દમણ: રાજ્યનાં પડોશમાં આવેલા સંઘપ્રદેશ દમણનાં (Daman Resort) કોઈ રિસોર્ટમાં જુગારધામો ધમધમી રહ્યો હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં (Viral Video) વાયરલ થઇ રહ્યો છે. વાયરલ વિડીયોમાં મોટી સંખ્યામાં જુગારીઓ ટોળે વળી અને બિન્દાસ તીનપત્તીનો જુગાર રમી રહ્યા છે. એક તરફ પ્રદેશમાં કોરોનાની ત્રીજી લહેરને કારણે પ્રશાસન અને આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે.
તો બીજી બાજુ દમણમાં જુગારીયાઓ કોઈ પણ જાતના ખોફ વિના રિસોર્ટમાં મોટાપાયે જુગારધામ ચલાવી રહ્યાં હોય તેવો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ વિડીયોમાં દેખાઈ રહ્યું છે. આથી વાયરલ થયેલો વિડિયો દમણ પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા કરી રહ્યો છે. બનાવની વિગત મુજબ છેલ્લા કેટલાક સમયથી દમણના સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ થઇ રહ્યો છે.
ગાઈડલાઈનના ભંગ બદલ કડક કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે ત્યારે દમણનાં કોઈ રિસોર્ટમાં મોટી સંખ્યામાં એકઠા થઇ અને જુગારીઓ કોઈ પણ જાતનાં ડર વિગર જુગાર રમી રહ્યા હોવાનું વીડિયોમાં દેખાઇ રહ્યું છે. ત્યારે વાયરલ થયેલા વિડિયો દમણ પોલીસની કામગીરી પર પણ સવાલ ઉભા કરી રહ્યો છે. કોરોનાની ત્રીજી લહેરના ખોફ વચ્ચે પણ સંઘપ્રદેશ દમણમાં જુગારીયાઓ બેખોફ બની અને ખુલ્લેઆમ જુગારધામ ચલાવી રહ્યા હોવાનો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.