સુરત: ભારતમાં બાળકોની વેક્સિનને (Corona Vaccine)લઈને હજી કોઈ નિર્ણય જોવા મળ્યો નથી ત્યારે બીજી તરફ ઇઝરાયલમાં બાળકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવા કેમ્પેઈન શરૂ કરાયું છે. જો કે આ વચ્ચે ઈઝરાયલમાં (Israel)રહેતા સુરતી પરિવારનો ઉદાહરણ રૂપ કિસ્સો જોવા મળ્યો છે. કોરોનાને કારણે ઇઝરાયેલથી સુરત પરત ફરેલા પરિવારે ઇઝરાયલમાં બાળકોની વેક્સિન શરૂ થતા 7 વર્ષના પુત્રને ફરીથી લઈ જઈ વેક્સિન મુકાવી છે.
92 લાખ જેટલી જનસંખ્યાવાળા ઈઝરાયલમાં બાળકોને વેક્સિના આપવાની પ્રક્રિયા પુરજોશમાં શરૂ છે અને 5-11 વર્ષના અંદાજીત 3.3% બાળકોએ અને 12 થી 15 વર્ષના 58.6% બાળકોએને ઓછામાં ઓછો એક શોટ મેળવ્યો છે અને 47.7% એ બે ડોઝ મેળવ્યા છે. ત્યારે કોરોનાને કારણે સુરત ફરેલા માતા-પિતાએ ફરીથી ઇઝરાયલ જઈને તેમના 7 વર્ષના પુત્ર હ્રીધાન પટેલને વેક્સિનનો પ્રથમ ડોઝ મુકાવ્યો છે.