ભરતસિંહ વાઢેર, દમણ : બોલિવૂડના (Bollywood)જાણીતા અભિનેતા અક્ષય કુમાર (Akshay Kumar)અને અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ (Jacqueline Fernandez)દમણ (Daman)પહોંચ્યા છે. અક્ષય કુમાર અને જેક્લીન ફર્નાન્ડીઝની આવનાર ફિલ્મ (Bollywood movie)રામ સેતુના શૂટિંગ (Ram Setu Film Shooting)માટે બંને દમણ આવ્યા છે. વિશેષ હેલિકોપ્ટર દ્વારા અક્ષય કુમાર અને જેકલીન ફર્નાન્ડીઝ દમણ કોસ્ટ ગાર્ડ (Daman Coast Guard)એરપોર્ટ પર પહોંચ્યા હતા. આ પ્રસંગે દમણ કોસ્ટ ગાર્ડના કર્મચારીઓએ તેઓને આવકાર્યા હતા.
મહત્વપૂર્ણ છે કે આગામી સમયમાં અક્ષય કુમારની રામ સેતુ (Ram Setu)નામની ફિલ્મ આવી રહી છે. આ ફિલ્મ ના શૂટિંગ માટે તેઓ દમણ પહોંચ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અગાઉ રામ સેતુ ફિલ્મના કેટલાક અંશોનું શૂટિંગ શ્રીલંકાના દરિયાકિનારે થવાનું હતું. જોકે કોવિડ 19 પ્રોટોકોલને કારણે શ્રીલંકામાં જરૂરી પરવાનગીની પ્રક્રિયા પૂરી ના થઈ શકતા આખરે રામસેતુનું બાકીનું શૂટિંગ દમણના દરિયા કિનારા આસપાસના વિસ્તારમાં કરવાનું નક્કી કરાયું છે.
થોડા દિવસ પહેલા બોલીવુડ ફિલ્મના શૂટિંગ માટે બોલીવુડની ધક ધક ગર્લ માધુરી દિક્ષીત (Madhuri Dixit)અમદાવાદમાં આવી હતી. માધુરી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે (Madhuri Dixit visit gujarat)આવી હતી. તે પોતાની આગામી બોલિવુડ ફિલ્મ "મેરે પાસ મા હૈ" ના શૂટિંગ માટે અમદાવાદમાં આવી હતી. માધુરીએ અમદાવાદ વાસણા વિસ્તારમાં આવેલા નારાયણ નગર સોસાયટીમાં હાજરી આપી હતી. જેની એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં ફેન ફોલોઅર્સ પહોંચ્યા હતા.