સોનમ કપૂરના લગ્નને લઈને છેલ્લા ઘણા દિવસોથી ચર્ચા ચાલી રહી છે. જેમાં હવે ફાઈનલ ડેટ્સ સામેલ થઈ ગઈ છે. સ્પોટબોયની ખબર અનુસાર સોનમ પોતાના બિઝનેસમેન બોય ફ્રેન્ડ આનંદ આહુજા સાથે મે મહિનાના બીજા અઠવાડિયામાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે. અનુષ્કા અને વિરાટ કોહલીની જેમ સોનમ અને આનંદ આહુજા પોતાના ડેસ્ટિનેશન વેડિંગ કરશે. તેમના લગ્ન યોજાશે સ્વિટ્ઝરલેન્ડમાં.