ગરમીની સિઝનમાં લીંબુ પાણી રાહત આપે છે અને લોકો તેનો ભરપુર ફાયદો ઉઠાવે છે. ભલે લીંબુનાં હજાર ફાયદા છે. તેમાં ભરપુર માત્રામાં વિટામિન સી હોય છે. પણ શું તમે જાણો છો કે લીંબુ કેટલાંક અંશે આપનાં સ્વાસ્થ્યને નુક્શાન પણ પહોંચાડી શકે છે. જી હાં, આ વાત સાચી છે. લીંબુ દરેક વ્યક્તિ માટે સારુ નથી. કેટલાંક લોકોને લીંબુ ફાયદો પહોંચાડવાની જગ્યાએ તેમનાં સ્વાસ્થ્યને નુક્શાન પણ પહોંચાડી શકે છે.