સયાજી હોસ્પિટલના બાળરોગ વિભાગના પીડીયાટ્રીક વોર્ડમાં સારવાર લઇ રહેલા બાળક પર છત નીચે લગાવેલ પીઓપી એકાએક પડ્યું હતું. તે સમયે બાળકના પરિવારજનો પણ હાજર હતા.સદનસીબે ઘટનામાં બાળક અને પરિવારજનોનો આબાદ બચાવ થતા મોટી હોનારત ટળી હતી.સારવાર હેઠળ બાળકને બાદમાં અન્ય વોર્ડમાં ખસેડાયો હતો.