દુનિયાનું સૌથી મોંઘુ ઘર સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને ખરીદ્યુ છે. 57 એકરમાં ફેલાયેલો આ મહેલ અને તેમના માર્બલના સ્ટેચ્યુ પર આખો દેશ ફિદા છે. ખબર છે કે સઉદી અરબની સત્તાના કિંગ બનાવા જઈ રહેલા સમલમાને 300 મિલિયન ડોલર( અંદાજીત 1950 કરોડ)માં દુનિયાનું સૌથી મોંઘુ ઘર ખરીદ્યું છે. જુઓ સૌથી મોંઘા ઘરની શાનદાર તસવીરો
આ ઘરની ખાસિયત જાણીને તમે હેરાન રહી જશો. અહી ગોલ્ડ લિફ્ડ ફાઉન્ટેન (સોનાના પાંદળાવાળો ફુવારો) લગાવવામાં આવ્યા છે. અહીં સંગમરમરની ખાસ મૂર્તિયો છે અને 57 એકરમાં ફેલાયેલા મહેલમાં ભુલભુલૈયા જેવો બગીચો છે. આ ઘરમાં ફાઉન્ટેન, સાઉન્ડ સિસ્ટમ, લાઈટસ અને એસીને આઈફોન દ્વારા કંટ્રોલ કરી શકાય છે. આ ઘરમાં વાઈન સેલર પણ છે. આ સાથે જ શાનદાર મુવિ થિયેટર પણ છે.