અમદાવાદ, રાજનીતિના ચાણકય એવા અમિત શાહનો આજે જન્મ દિવસ છે. ત્યારે એવી અનેક વાતો કે જે કદાચ કોઈને પણ ખબર નહી હોય તે જાણવાનો પ્રયાસ ન્યૂઝ 18 એ કર્યો છે. અમિત શાહ ને દેશનું પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ દાદામાં ખૂબ જ આસ્થા છે. નાની વયે મિત્રો સાથે સોમનાથ દાદાના દર્શનએ તેઓ ગયા ત્યારની કેટલીક તસવીરો ન્યૂઝ 18 ગુજરાતી પાસે છે. જેનાથી કદાચ સૌ કોઈ અજાણ હશે.
1985માં તેઓ તેમના મિત્રો સાથે સોમનાથ ફરવા ગયા હતા. તે સમયે સોમનાથના દરિયે પહોંચેલા મિત્રોએ કેવી મોજ મસ્તી કરી હતી તે આ તસ્વીરો બયાં કરી રહી છે. હરવા ફરવા સાથે અમિત શાહને ગીતો સાંભળવાનો પણ શોખ છે. તે સમયે તેમને મહમ્મદ રફીનું એ ગીત સૌથી વધુ પ્રિય છે. એ સમયે રેડિયો પર આ ગીત સાંભળવા તેઓ રાહ જોતા હતા.