હાલમાં જ ટીવી અને બોલિવૂડનાં જાણીતા એક્ટર પિતા બન્યા છે. 52 વર્ષની ઉંમરે પિતા બન્યાની ખુશી તેણે એક અખબાર સાથે વાતચીત દરમિયાન શેર કરી છે. તે સોશિયલ મીડિયા પર તેનાં બાળક સાથે નજર આવ્યો. એક્ટરની પહેલી તસવીર ગણતરીનાં સમયમાં જ વાયરલ થઇ ગઇ. આ એક્ટર અન્ય કોઇ નહીં રાજેશ ખટ્ટર છે. રાજેશ શાહિદ કપૂરની માતા નિલીમા અઝિમનો બીજો પૂર્વ પતિ છે. અને ઇશાન ખટ્ટરનો પિતા છે. રાજેશે નાનકડા મહેમાન આવવાનાં સમાચાર સોશિયલ મીડિયા દ્વારા શેર કર્યા છે. રાજેશે તેનાં બીજા દીકરાનું નામ વનરાજ રાખ્યું છે.
ઇશાન ખટ્ટરનાં પિતા અને સાવકી મા વંદના સજનાનીનાં ઘરે નાનકડો મહેમાન આવ્યો છે. ઇશાન ખટ્ટરને ફોન પર ખુબ ખુબ વધામણાંઓ મળી રહ્યાં છે. મીડિયા રિપોર્ટ્સ દાવો કરે છે કે, 52 વર્ષની ઉંમરે રાજેશ ખટ્ટરનાં પિતા બનવાને કારણે તેણે ઘણી મુસીબતોનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી રાજેશ અને વંદનાએ સરોગરસી, IVF અને અન્ય તમામ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો પણ તેઓ દરેક વખતે નાકામિયાબ રહ્યાં.