

ઓડિસ્સાના પુરીમાં ભગવાન જગન્નાથ (Jagannath Rath Yatra)ની રથયાત્રા આજે નીકળી છે. રથયાત્રાના 2500 વર્ષ જૂના ઇતિહાસમાં આજે પહેલી વાર તેવું બન્યું છે કે ભગવાન જગન્નાથના ભક્તો ઘરમાં છે અને પ્રભુ નગરયાત્રા કરી રહ્યા છે. કોરોના મહામારી (Covid 19 Pendemic)ના કારણે હાલ પુરીમાં બુધવાર બપોરે 2 વાગ્યા સુધી સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. (Image: Abir Ghoshal)


સુપ્રીમ કોર્ટના પોતાના આદેશમાં બદલાવ કરતા આ રથયાત્રામાં સાર્વજનિક ભાગીદારી કરી આ રથયાત્રાને નીકાળવાની મંજૂરી આપી છે. જો કે આ વખતે 500 લોકોથી વધુ લોકો આ રથને નહીં ખેંચી શકે અને રથ ખેંચતા તમામ લોકોના કોરોના ટેસ્ટ કરાવી સોશ્યલ ડિસ્ટેંસિંગ પાલન સાથે કરવાની વાત કહી છે. (Image: Abir Ghoshal)


ઉલ્લેખનીય છે કે 9 દિવસ ચાલતી આ રથયાત્રા ઉત્સવમાં ભગવાન જગન્નાથ, તેમના મોટા ભાઇ બલભદ્ર અને બહેને સુભદ્રાની સાથે રથમાં સવાર થઇને મંદિરથી અઢી કિલોમીટર દૂર પોતાની માસીના ઘર ગુંડિચા મંદિર જાય છે અને અહીં સાત દિવસ વિશ્રામ કરે છે. તે પછી તે આઠમા દિવસે ફરી મુખ્ય મંદિર પાછા ફરે છે. (Image: Abir Ghoshal)


જગન્નાથ રથયાત્રાની શરૂઆત 9 વાગ્યાથી થઇ હતી. સવારે સૌથી પહેલા ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રા દેવીને ખિચડીનો ભોગ લગાવાયો અને પછી ગર્ભગૃહથી લાવીને તેમને રથમાં બિરાજમાન કરવામાં આવ્યા.(Image: Abir Ghoshal)


પૂરી શંકરાચાર્ય સ્વામી નિશ્ચલાનંદ સરસ્વતી અને ગજપતિ મહારાજ દિવ્યસિંહ દેવએ પણ આ પૂજા કરી હતી. અને પૂજા પછી પુરીના ગજપતિ મહારાજે સોનાના ઝાડૂથી ભગવાન જગન્નાથના રથની આગળનો રસ્તો સાફ કરી રથયાત્રાની શરૂઆત કરી હતી.


ભગવાન જગન્નાથના રથનું નામ નંદીઘોષ, મોટા ભાઇના રથનું નામ તાલધ્વજ અને સુભદ્રાના રથનું નામ દર્પદલન છે. ત્રણેય રથોને ખેંચવા શંખચૂડા નાગિન, વાસુકી નાગ અને સ્વર્ણચૂડા નાગિન લગાવવામાં આવે છે. આ નારિયળથી બનેલી રસ્સીઓ છે.


ભગવાન જગન્નાથના મંદિરમાં 752 ચુલ્હા પર રાખીને બનાવવામાં આવે છે. આને દુનિયાની સૌથી મોટી રસોઇનો દરજ્જો મળેલો છે. રથયાત્રાના 9 દિવસ આ ચૂલ્હા ઠંડા થાય છે. ગુંડિચા મંદિરમાં પણ 752 ચુલ્હા પર રસોઇ થાય છે. આ ઉત્સવ દરમિયાન ભગવાનને ભોગ લગાવવામાં આવે છે.


ભગવાન જગન્નાથના રથનું બીજું નામ ગુરુડધ્વજ અનેક કપિધ્વજ પણ છે. આ રથ પહેલા 16 પૈડાનો હતો અને તેની ઊંચાઇ 13 મીટરની હોય છે. આ રથ પર શંખ, બલાહક, શ્વેત, હરિદાશ્વ નામના ચાર ઘોડો મૂકવામાં આવે છે. આ ચારે સફેદ ઘોડા હોય છે. અને તેમના સારથીનું નામ દારૂક છે. રથ પર હનુમાનજી અને નરસિંહ ભગવાનના પ્રતીક પણ હોય છે. રક્ષા પર સુરક્ષાનું પ્રતીક સુદર્શન સ્તંભ પણ હોય છે.


પુરીમાં બપોરે 12.10 પહેલો રથ ખેંચવામાં આવ્યો હતો. દેવી સુભદ્રાને કાળા ઘોડા વાળા તાલધ્વજ મંદિરના સેવકો ખેંચવાની શરૂઆત કરી હતી. ગ્રાંડ રોડ પર સૌથી આગળ આ રથ હોય છે.


વળી આ રથ નિર્માણ લાકડીની પસંદગી વસંત પંચમી પર કરવામાં આવે છે. રથના જે લાકડીનો ઉપયોગ થાય છે તેને દારૂ કહે છે. આ રથ માટે લાકડીની પસંદગી કરવાની જવાબદારી જગન્નાથ મંદિરની એક ખાસ સમિતિને સોંપવામાં આવી છે.