માછીમારોના પડતર પ્રશ્નો કેન્દ્ર સુધી પહોંચાડવા જંતર મંતર પર 10મીએ ધરણા
પોરબંદરઃ માછીમારોના વિવધ પ્રશ્નોને લઈને સરકાર દ્વારા ઉદાસીનતા દાખવાતા દેશભરના માછીમારો દિલ્હીના જંતર મંતર ખાતે રેલી અને ધરણા કરી વિરોધ નોંધાવા જઈ રહ્યા છે.આગામી 10 માર્ચના રોજ ફીશીરીઝ ફોરમ દ્વારા દિલ્હી સ્થિત જંતર મંતર ખાતે રેલી અને ધરણા દ્વારા વિરોધ થનાર છે.

2/ 4
જેમાં ગુજરાત સહિત દેશભરના માછીમારોને હાજર રહેવા જણાવવામાં આવ્યુ છે.દિલ્હી ખાતે યોજાનાર આ ધરણા કાર્યક્રમ અંગે અખીલ ગુજરાત માછીમાર મહામંડળના ઉપપ્રમુખ મનીષ લોઢારીએ એવુ જણાવ્યુ હતુ કે,હાલમાં ભારત સરકારનુ બજેટ સત્ર ચાલી રહ્યુ છે.
3/ 4
વર્ષોથી માછીમારોની જે પડતર માંગણીઓ છે તે માંગણીઓને સરકાર સમક્ષ રજૂ કરી શકાય તેવા મુખ્ય હેતુથી આ રેલી અને ધરણાના કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ છે.
4/ 4
ઉલેખ્ખનીય છે કે,છેલ્લા ઘણા વર્ષોથી કૃષિમંત્રાલયથી અલગ ફીશરીઝ વિભાગ કરવા તેમજ પાકિસ્તાન,બાંગ્લાદેશ,શ્રીલંકા સહિતના પાડોશી દેશ દ્વારા ભારતીય બોટોના અપહરણને રોકવા સહિતના વિવિધ પ્રશ્નોને લઈને માછીમારો દ્વારા અનેક વખત સરકારને રજૂઆતો કરવામાં આવી છે.