

ગાંધીનગર : અયોધ્યા ખાતે યોજાયેલ આજનો દિવસ ઇતિહાસના પાના પર સ્વર્ણ અક્ષરે લખાઇ ગયો છે. પ્રધાનમંત્રીએ રામ જન્મભૂમિ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો. અયોધ્યા ખાતે યોજાયેલ રામમંદિર ભૂમિપૂજન અને શિલાન્યાસના કાર્યક્રમને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માતા હીરાબાએ પણ લાઈવ નિહાળ્યો હતો.


હીરાબાએ શિલાન્યાસના સમગ્ર કાર્યક્રમ દરમિયાન હાથ જોડી રાખ્યા હતા. હીરાબાએ રામલલ્લાના દર્શન કરીને શીશ ઝુકાવ્યું હતું.


રામ મંદિરના ભૂમિ પૂજન પછી પોતાના સંબોધનમાં PM નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભગવાન રામની અદ્ભૂત શક્તિ જુઓ કે ઈમારતો નષ્ટ કરી દેવામાં આવી હતી. અસ્તિત્વ મિટાવવાના પણ ઘણા પ્રયાસ થયા, પરંતુ રામ આજે પણ આપણા સૌના મનમાં વસેલા છે, આપણી સંસ્કૃતિનો આધાર છે. શ્રીરામ ભારતની મર્યાદા છે, મર્યાદા પુરુષોત્તમ છે. રામ આપણા મનમાં કોતરાયેલા છે. આપણી અંદર ભળી ગયા છે. કોઈ કામ કરવાનું હોય, તો પ્રેરણા માટે આપણે ભગવાન રામની તરફ જોઈએ છીએ.