પાદહસ્તાસન: પાદહસ્તાસન ત્રણ શબ્દોના મેલમાંથી બન્યો છે. પહેલો શબ્દ પાદ છે જેનો અર્થ પગ થાય છે, બીજા શબ્દ હસ્ત છે જેનો અર્થ હાથ અને ત્રીજો શબ્દ આસન છે જેનો અર્થ થાય છે મુદ્રા. આ આસનને તમે રોજ કરો છો તો તમે ફિટ એન્ડ ફાઇન રહો છો. આ આસન તમે સરળતાથી ઘરે કરી શકો છો. આ આસન કરવા માટે ઊભા થઇને આગળની બાજુ નમો અને બન્ને હાથથી પગને ટચ કરો. સૂર્ય નમસ્કારમાં શામેલ 12 યોગમાંથી આ ત્રીજી મુદ્રા છે. આ આસન નિયમિત કરવાથી પેટની ચરબી ઓગળે છે.