પાલનપુર હાઇવે ઉપર પિકઅપ સ્ટેન્ડ પાસે એસટીબસ ડિવાઇડર સાથે અથડાઇ હતી. ચાલુ બસે ડ્રાઇવર નીચુ નમી કંઇક લેવા જતાં અકસ્માત સર્જાયો હોવાનું એક મુસાફરે જણાવ્યું હતું. અકસ્માતમાં ડિવાઇડર પાસે બેઠેલા બે મુસાફરો ઇજાગર્સત થયા હતા. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. (આનંદ જયસ્વાલ, બનાસકાંઠા)