કિશોર તુવર, બનાસકાંઠા: બનાસકાંઠાની (Banaskantha accident) રાજસ્થાન (Rajasthan border accident) સરહદ પર અડીને આવેલા ધાનેરા તાલુકાના વીંછીવાડી પાસે રાજસ્થાની ખાનગી બસ અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે મહિલાઓ, 1 પુરુષ અને 1 બાળક મળીને ચાર લોકોના મોત નિપજ્યા હતા, સારવાર દરમિયાન અન્ય એક વ્યક્તિનું મોત નીપજતા કુલ પાંચ લોકોના મોત થયા છે. જ્યારે પાંચ લોકો ઘાયલ થયા છે. મુત્યાંક વધે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.
બનાસકાંઠા જિલ્લાના ડીસા ગવાડી વિસ્તારમાં રહેતા અરબાજ શેખ નામના રિક્ષાચાલક તેના બે મિત્રો સાથે એની રિક્ષા લઈને રાજસ્થાન સાચોર પાસે આવેલી પીરની દરગાહ માથુ ટેકવા માટે ગયા હતા. પીરની દરગાહથી દર્શન કરીને પરત ડીસા જઈ રહ્યા હતા તે દરમિયાન રાધનપુરનો ફુલવાદી પરિવાર રિક્ષાચાલકને મળ્યો હતો અને રિક્ષા ચાલકે આ રાધનપુરના ફુલવાદી પરિવારને પોતાની રિક્ષામાં બેસાડ્યા હતા.