Home » photogallery » gujarat » 'પારકી આશા સદા નિરાશા', આશા પટેલના વિરોધ અને સમર્થનમાં લાગ્યા પોસ્ટર

'પારકી આશા સદા નિરાશા', આશા પટેલના વિરોધ અને સમર્થનમાં લાગ્યા પોસ્ટર

  • 16

    'પારકી આશા સદા નિરાશા', આશા પટેલના વિરોધ અને સમર્થનમાં લાગ્યા પોસ્ટર

    લોકસભાની ચૂંટણીને કારણે રાજકારણ ગરમાયું છે, તો આ લોકસભાની સાથે ગુજરાતમાં પાંચ વિધાનસભાની પેટાચૂંટણી પણ યોજાનાર છે. જેને લઇને સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. સોશિયલ મીડિયાથી લઇને પોસ્ટર યુદ્ધ છેડાઇ ચૂક્યું છે. કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાનાર ધારાસભ્ય આશા પટેલનો ક્યાંક વિરોધ કરવામાં આવી રહ્યો છે તો ક્યાંક સમર્થનમાં પોસ્ટરો લાગી રહ્યાં છે.

    MORE
    GALLERIES

  • 26

    'પારકી આશા સદા નિરાશા', આશા પટેલના વિરોધ અને સમર્થનમાં લાગ્યા પોસ્ટર

    મહેસાણાના ઉંઝા વિધાનસભાની પેટાચૂંટણી આગામી 23 એપ્રિલના રોજ યોજાશે, જેને લઇને બંને પક્ષ દ્વારા તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. ખાસ કરીને કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા આશા બહેનના સમર્થન અને વિરોધથી અનેક સવાલો ઉઠી રહ્યાં છે. મહેસાણામાં ગામડાંઓમાં વિરોધમાં બેનરો લાગ્યા હતા, જેમાં લખવામાં આવ્યું કે 'પારકી આશા સદા નિરાશા, સમાજને છેતરનારા પાટલી બદલુ પાછા જાવ'

    MORE
    GALLERIES

  • 36

    'પારકી આશા સદા નિરાશા', આશા પટેલના વિરોધ અને સમર્થનમાં લાગ્યા પોસ્ટર

    મહેસાણાના ઉંઝામાં આશા પટેલનો વિરોધ દર્શાવવા અન્ય એક ગામમાં પોસ્ટર લગાવવામાં આવ્યું, આ પોસ્ટરમાં લખવામાં આવ્યું કે 'હવામાં ઉડતા આશાબેન પટેલને પેરાશુટ લઇને ગામમાં ઉતરવું નહીં'

    MORE
    GALLERIES

  • 46

    'પારકી આશા સદા નિરાશા', આશા પટેલના વિરોધ અને સમર્થનમાં લાગ્યા પોસ્ટર

    તો કેટલાક ગામમાં પૂર્વ ધારાસભ્ય આશા પટેલના સમર્થનમાં પણ લોકો આગળ આવ્યા છે. કેટલાક ગામમાં પોસ્ટરો વાયરલ થયા જેમાં લખવામાં આવ્યું છે કે સમસ્થ ગ્રામજનો વતી અમે ડો આશા પટેલનું સ્વાગત કરીએ છીએ.અમે ડો. આશાબેન પટેલને ખુલ્લુ સમર્થન કરીએ છીએ. લિ. સમસ્થ નવાપુરા ગ્રામજનો.

    MORE
    GALLERIES

  • 56

    'પારકી આશા સદા નિરાશા', આશા પટેલના વિરોધ અને સમર્થનમાં લાગ્યા પોસ્ટર

    ન્યૂઝ 18 સાથે વાતચીતમાં આશા પટેલે જણાવ્યું કે જિલ્લામાં મારો ક્યાંય વિરોધ નથી, માત્ર 10 ટકા લોકો દ્વારા જ વિરોધ કરવામાં આવી રહ્યો છે.

    MORE
    GALLERIES

  • 66

    'પારકી આશા સદા નિરાશા', આશા પટેલના વિરોધ અને સમર્થનમાં લાગ્યા પોસ્ટર

    આ દરમિયાન ઉંઝા તાલુકાના વિશોળ ગામના સરપંચ હર્ષદ પટેલ દ્વારા પત્રિકા વાયરલ કરાઇ છે. આ પત્રિકામાં આશાબેનનું રાજીનામું શા માટે તેનો ઉલ્લેખ કરાયો છે. આ પત્રિકા હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

    MORE
    GALLERIES