ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં (PM Narendra Modi) માતા હીરાબા (Hiraba) 18 જૂને 100 વર્ષમાં (Hiraba 100th Birthday) વર્ષમાં પ્રવેસશે. ત્યારે PM નરેન્દ્ર મોદી 17 અને 18મી તારીખે એટલે આજે સાંજે અને આવતીકાલે શનિવારે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ગુજરાતના પ્રવાસે આવી રહેલા વડાપ્રધાન મોદી 18 જૂને માતા હીરાબાને સવારે તેમના ગાંધીનગરના નિવાસસ્થાને મળવા જવાની અટકળો તેજ બની છે. હજી આ અંગે કોઇ જ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી.(Image: pmindia.gov.in)