1/ 5


મયૂર માંકડિયા, પાટણ : સરકારના આત્મા પ્રોજેક્ટ અંતર્ગત પાટણના ઈશ્વરભાઈએ ગાયના મળમુત્ર દ્વારા તૈયાર થયેલ ખાતરનો ઉપયોગ કરીને પ્રાકૃતિક લીંબુની ખેતી કરે છે. તેઓએ ૧.૫ એકર જમીન પર લીંબુના છોડનો બગીચો બનાવી ૪ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે.
2/ 5


ચાલુ વર્ષે તેમણે ૪ ટ્રોલી દેશી ખાતર અને જીવામૃતનો છંટકાવ કરીને લીંબુના છોડની સારી એવી માવજત કરી. જીવામૃતનો ઉપયોગ કરવાથી લીંબુના છોડમાં કોઈ પણ જાતનો રોગ આવતો નથી અને છોડની ટકાઉ શક્તિ પણ સારી રહે છે.