Home » photogallery » gujarat » ઉત્તરાયણના દિવસે માઉન્ટ આબુમાં ઠંડીનો રોકોર્ડ, માઇનસ પાંચ ડિગ્રી તાપમાન સાથે 7 વર્ષની સૌથી વધુ ઠંડી નોંધાઇ

ઉત્તરાયણના દિવસે માઉન્ટ આબુમાં ઠંડીનો રોકોર્ડ, માઇનસ પાંચ ડિગ્રી તાપમાન સાથે 7 વર્ષની સૌથી વધુ ઠંડી નોંધાઇ

weather update: 7 વર્ષમાં સૌથી વધુ ઠંડી માઉન્ટ આબુમાં નોંધાઇ છે. તો દેખો ત્યાં ઠારની સ્થિતિ સર્જાઇ છે

 • 14

  ઉત્તરાયણના દિવસે માઉન્ટ આબુમાં ઠંડીનો રોકોર્ડ, માઇનસ પાંચ ડિગ્રી તાપમાન સાથે 7 વર્ષની સૌથી વધુ ઠંડી નોંધાઇ

  બનાસકાંઠા: ગુજરાતીઓના મનપસંદ હિલ સ્ટેશન (hill station) એટલે માઉન્ટ આબુ (Mount Abu). રાજ્યના (Gujarat) બનાસકાંઠાની અડીને આવેલા રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુએ ઉત્તરાયણના દિવસે ઠંડીએ રોકોર્ડ બનાવ્યો છે. માઉન્ટ આબૂમાં માઈનસ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું છે. આબુમાં સતત 5 દિવસથી માઈનસમાં પારો ચાલી રહ્યો છે. 7 વર્ષમાં સૌથી વધુ ઠંડી માઉન્ટ આબુમાં નોંધાઇ છે. તો દેખો ત્યાં ઠારની સ્થિતિ સર્જાઇ છે. ગુરુવારે પણ તાપમાન ગગડીને માઈનસ 4.5 ડિગ્રીએ પહોંચ્યું હતું. આબુમાં સતત પાંચ દિવસથી કોલ્ડવેવ છવાઇ છે, જેના કારણે માઉન્ટ આબુમાં માઇનસ ડિગ્રીમાં તાપમાન ચાલી રહ્યું છે. જેના પગલે પાણીના કુંડ, ગાડીઓ અને બગીચામાં બરફ છવાયો હતો. માઇનસ તાપમાનમાં પણ સહેલાણીઓ માઉન્ટ આબુની ઠંડીની મઝા માણી રહ્યા છે.

  MORE
  GALLERIES

 • 24

  ઉત્તરાયણના દિવસે માઉન્ટ આબુમાં ઠંડીનો રોકોર્ડ, માઇનસ પાંચ ડિગ્રી તાપમાન સાથે 7 વર્ષની સૌથી વધુ ઠંડી નોંધાઇ

  હવામાન વિભાગની આગાહી પ્રમાણે 14 અને 15મી જાન્યુઆરી બે દિવસ સુધી અમદાવાદ, ગાંધીનગર સહિત સમગ્ર રાજ્યોમાં ઉત્તર પૂર્વીય દિશામાં ફૂંકતાં ઠંડા પવનો ફરી વળશે. આ સાથે અમદાવાદ, ગાંધીનગર, વડોદરા સહિત મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો સિંગલ ડીગ્રીમાં નોધાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ બંને દિવસોમાં પવનની ગતિ 10થી 15 કિ.મી પ્રતિ કલાકની રહેશે.હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહી અનુસાર, આગામી બે દિવસ બનાસકાંઠા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા, અમરેલી, ભાવનગર, જુનાગઢ, સુરેન્દ્રનગર, કચ્છ અને વડોદરામાં કોલ્ડવેવ યથાવત્ રહેશે. જોકે, બે દિવસ બાદ લઘુતમ તાપમાનમાં બેથી ચાર ડિગ્રીનો વધારો થતાં ઠંડીમાં ઘટાડો અનુભવાશે.

  MORE
  GALLERIES

 • 34

  ઉત્તરાયણના દિવસે માઉન્ટ આબુમાં ઠંડીનો રોકોર્ડ, માઇનસ પાંચ ડિગ્રી તાપમાન સાથે 7 વર્ષની સૌથી વધુ ઠંડી નોંધાઇ

  ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આગામી બે દિવસ સુધી કાતિલ ઠંડીનો સામનો કરવા તૈયાર રહેવા માટે હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. બનાસકાંઠાને અડીને આવેલા રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પણ હાડ થીજવતી ઠંડી પડી રહી છે. તેવામાં ગુરુવારે માઉન્ટ આબુમાં માઇનસ 4.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

  MORE
  GALLERIES

 • 44

  ઉત્તરાયણના દિવસે માઉન્ટ આબુમાં ઠંડીનો રોકોર્ડ, માઇનસ પાંચ ડિગ્રી તાપમાન સાથે 7 વર્ષની સૌથી વધુ ઠંડી નોંધાઇ

  આ કડકડતી ઠંડીને કારણે માઉન્ટ આબુના અનેક વિસ્તારમાં બગીચાઓમાં બરફ છવાયેલો જોવા મળ્યો હતો. તેમજ બહાર મુકેલી તમામ વસ્તુઓ જેમકે પાણીના કુંડા અને ગાડી ઉપર જેવા અનેક સ્થળો પર બરફ પથરાયેલો જોવા મળ્યો હતો. સતત પડી રહેલી ઠંડીના કારણે માઉન્ટ આબુમાં બરફની ચાદર છવાઈ ગઈ હતી. નોંધનીય છે કે, ગુરૂવારે રાજ્યના 9 શહેરમાં સરેરાશ લઘુતમ તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ આગામી બે દિવસ કોલ્ડવેવ યથાવત્ રહેશે. ગત રાત્રિએ નલિયામાં 4.6 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં પાંચ ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો.

  MORE
  GALLERIES